સારવાર દરમિયાન મોત:લિંબાયતમાં લોકોએ ચોર હોવાનું સમજીને માર મારતા યુવકનું મોત

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોલીસે 3ને ઉંચકી લાવી હત્યાનો ગુનો નોંધ્યો

લિંબાયત મહાપ્રભુ નગરમાં મમતા સિનેમા પાસે એક યુવકને ચોર સમજીને ટોળાએ માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 જણાને ઊંચકી લાવી છે.

લિંબાયત પ્રતાપ નગરમાં રહેતા 30 વર્ષીય યુસુફ મોહંમદ અંસારી 6મી તારીખે રાત્રે ઘરેથી નીકળ્યો હતો. સવારે યુસુફ સસરાની તબિયત સારી ન હોવાથી વતન જવાનો હતો. મોડેસુધી યુસુફ ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. છતાં યુસુફનો કોઈ પત્તો ન લાગ્યો નથી. વધુમાં યુસુફ મોબાઈલ પણ રાખતો ન હતો જેથી તેને કોન્ટેક્ટ પણ કરી શકાતો ન હતો.બીજી તરફ યુસુફના સસરાનું પણ વહેલી સવારે અવસાન થયું હતું.

સવારે યુસુફના ભાઈ પર સ્મીમેર હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જયા યુસુફની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. યુસુફને ટોળાએ વહેલી સવારે ચોર સમજીને માર માર્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જો કે, ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ 3 લોકોને ઉંચકી લાવી હતી. અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...