અકસ્માત:લસકાણામાં બાળક સાથે પહેલા માળેથી પટકાયેલા યુવકનું મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકનો ચમત્કારી બચાવ થયો હતો
  • પાળી પર બેસતા વેળા પગ લપસતા અકસ્માત

લસકાણામાં પહેલા માળે પાળી પર બેસતી વખતે પગ લપસી જતા યુવક પાડોશીના બાળક સાથે નીચે પટકાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.

લસકાણા ગામ રામદેવપીર મંદિર રોડ નંદગોપાલ સોસાયટી ખાતે રહેતો વિકાસ સંજયકુમાર(30)ડાઈંગ મીલમાં કામ કરી ગુજરાન ચલાવતો હતો. પત્નીને મોકલી આપ્યા બાદ વિકાસ એકલો રહેતો હતો. વિકાસ શુક્રવારે રાત્રે પાડોશમાં રહેતા પરિવારના બાળકને લઈ પહેલા માળની પાળી પર બેસવા જતા હતો. દરમિયાન અકસ્માતે પગ લપસી જતા વિકાસ બાળક સાથે પહેલા માળેથી નીચે પટકાયો હતો. પહેલા માળેથી પટકાતા વિકાસ ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે સાથેના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.

પહેલા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલાં વિકાસને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે કામરેજ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સરથાણા પોલીસ કામરેજ સીએચસી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સરથાણા પોલીસે બનાવ સદર્ભે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ ઘટનામાં યુવક સાથે નીચે પટકાયેલા બાળકનો ચમત્કારી બચાવ થયો છે.

અન્ય સમાચારો પણ છે...