સુરત GIDC ગેસ કાંડ:પ્રત્યક્ષ જોનારી મહિલાએ કહ્યુ, ‘મારી આંખ સામે 3 કર્મીનાં મોત, ઘણાં બેભાન થઈ ગયા’

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રત્યક્ષ જોનારી મહિલાની તસવીર - દર્શરીબેન અજનાર, બોઇલર કામદાર - Divya Bhaskar
પ્રત્યક્ષ જોનારી મહિલાની તસવીર - દર્શરીબેન અજનાર, બોઇલર કામદાર

સુરતની સચિન GIDCમાં ગેસ કાંડની ઘટના નજરે જોનારી મહિલાકર્મી દર્શરીબેન અજનારે જણાવ્યું હતું કે, ‘અમારી આંખ સામે 2 ફોર્મન અને 1 હેલ્પરનું મોત થયું છે. અચાનક ત્રણેયને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને બેભાન થઈ પડી ગયા. ગેટ નંબર-3 પાસે પાણી પીવા આવેલા કારીગરો પણ બેભાન થવા લાગ્યા, જેથી કારીગરોમાં નાસભાગ મચી ગઈ. અમે પણ પાછળ બનાવેલા ઝૂપડાં તરફ ભાગી ગયા. અમુક લોકો પણ જીવ બચાવી ઝુપડા તરફ આવી ગયા હતા. હું મિલમાં બોઈલરમાં કોલસા નાખવાનું કામ કરું છું. ઘટના સમયે સ્થળ પર અમે 7 જણા હતા. દુર્ગધને કારણે નાના બાળકો સાથે રહેતા પરિવારોની હાલત કફોડી બની છે.’

રાજેન્દ્ર યાદવ, મિલના કામદાર
રાજેન્દ્ર યાદવ, મિલના કામદાર

બૂમાબૂમ સાંભળી જોવા ગયો ને અચાનક બેભાન થઈ ગયો
હું વિશ્વપ્રેમ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલમાં કામ કરું છું. મળસ્કે એક ટેન્કર ખાલી થઇ રહ્યું હતું. કામદારોની બુમાબુમ સાંભળી હું ગેટ પાસે જોવા ગયો ને તરત જ રસ્તામાં બેભાન થઇ ગયો. થોડી વાર અગાઉ જ ભાનમાં આવ્યો છું. - રાજેન્દ્ર યાદવ, મિલના કામદાર

અશોક તિવારી, ચાની ટપરીના માલિક
અશોક તિવારી, ચાની ટપરીના માલિક

લોકોની મદદ માટે હું દોડ્યો પણ રસ્તામાં જ પડી ગયો
મને અંદાજ આવી ગયો હતો કે કેમિકલથી બનેલા ગેસને લીધે જ લોકો ઢળી રહ્યા છે. હું મદદ માટે ટેન્કર તરફ દોડ્યો પણ રસ્તામાં જ બેભાન થઇ ગયો. ભાન આવ્યું તો સિવિલ હોસ્પિટલના બેડ પર હતો. - અશોક તિવારી, ચાની ટપરીના માલિક

અન્ય સમાચારો પણ છે...