તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Daughter Became The Mother Of The Father, The Mother Died From Corona, The Daughter Lied To Save The Corona stricken Father, Now She Leaves Her Home With Her Husband And Serves Her Father

દીકરી પિતાની માતા:સુરતમાં કોરોનાથી માતાનું મોત થતા કોરોનાગ્રસ્ત પિતાને જીવાડવા દીકરી જુઠ્ઠુ બોલી, હવે પતિ સાથે પોતાનું ઘર છોડી પિતાની સેવા કરે છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પપ્પાની સેવા કરતી ખ્યાતી શાહ - Divya Bhaskar
પપ્પાની સેવા કરતી ખ્યાતી શાહ
  • રોજ સવારે ચા પીતી વખતે માતાને યાદ કરી પિતા રડે ત્યારે દીકરી તેમને સમજાવી હિંમત આપે છે
  • માતાનો અગ્નિદાહ પણ દીકરીએ જ આપ્યો હતો, કોરોનાથી સાજા થયા બાદ પિતાને માતાની અંતિમવિધિનો વીડિયો પણ બતાવ્યો

પપ્પાને કોરોના થયો. એમનું ઓક્સિજન લેવલ ઘટી જતા એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. બીજા દિવસે મમ્મીને ડાયેરિયા થયા અને ઓક્સિજન લેવલ 75 થઇ ગયું. એ વખતે શહેરની કોઇ હોસ્પિટલમાં બેડ ન્હોતા. પપ્પા માટે બેડ માંડ-માંડ મેનેજ કર્યો હતો. મમ્મી માટે ફરી બેડ શોધવાની કવાયત શરૂ થઇ. એક પ્રાઇવેટ હોસ્પિટલમાં માંડ બેડ મળ્યો-પણ ત્યાં સ્ટાફની અછત હતી. એક બહેન મમ્મી સાથે રહે-બીજી પપ્પાની હોસ્પિટલે નીચે ઊભી રહે.

વીડિયો કોલમાં પપ્પા સાથે જુઠ્ઠુ બોલતા
મમ્મીને 80 ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હતું અને હવે એનાં માટે એક વેન્ટીલેટર પણ શોધવાનું હતું. માંડ-માંડ સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર મળ્યું. પણ મમ્મીનંુ મૃત્યુ થયું. એકબાજુ અમારે ધ્રુસકે-ધ્રુસકે રડવું હતું-પણ હોસ્પિટલમાં સૂતેલા પપ્પાને વીડિયો કોલ કરી અમારે હસવું પડતું. પપ્પા પૂછતા-મમ્મી ક્યાં અને અમે જવાબ આપતા-મમ્મીને સારું છે. પપ્પા કહેતા-મમ્મીની સાથે વિડીયોકોલ કરવો છે પણ અમે જુઠ્ઠું બોલતા. મમ્મીની અંતિમવિધી કરી-અમે એકલાએ કરી હતી.

પપ્પા રોજ ચા પીતી વખતે મમ્મીને યાદ કરે
મમ્મીના મૃત્યુ પછીના પાંચ દિવસ સુધી સતત પપ્પા સામે જુઠ્ઠું બોલતા રહ્યા. પપ્પાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. એ ઘરે આવ્યા-અને પહેલો સવાલ કર્યો-મમ્મી ક્યાં? એ દિવસે અમે મમ્મીનાં હાર ચડાવેલા ફોટા સામે આંગળી ચીંધી…માતાની અંતિમવિધિનો વીડિયો પણ બતાવ્યો. હું, મારી બહેન અને પપ્પા-ખૂબ રડ્યા. પપ્પા રોજ 7 વાગ્યે ઉઠી જાય. એ ઉઠે એટલે એમને ચા જોઇએ. ચા પીતી વખતે એ મમ્મીને અચૂક યાદ કરે અને રડી પડે. એ રડે એટલે એમનું ઓક્સિજન લેવલ ઓછું થવા માંડે. મારે એમને રડતા અટકાવવા પડે. હું સમજાવતી રહું.

હજી મારા પપ્પા જમી શકતા નથી. એમને લિક્વીડ આપવું પડે છે. દર દોઢ કલાકે એમને મગનું પાણી, નારિયેળ પાણી, જ્યૂસ આપ્યા કરું છું. પિતા ખુબ રડે ત્યારે અમે તેને હિંમત આપીએ છીએ. મારી બહેન વડોદરા રહે છે-એટલે મેં અને મારા પતિએ પપ્પા સાથે આવીને રહેવાનું નક્કી કર્યું. અમારા ઘરને અમે ભાડે આપી દીધું અને અમે બંને અત્યારે પપ્પા સાથે રહીએ છીએ.(ખ્યાતી શાહની દિવ્ય ભાસ્કર સાથે થયેલી વાતચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...