કોરોના પછીની શરૂઆત:9 મહિનાથી બંધ નાટ્ય થિયેટરો પરથી ઉઠશે પડદો, ફેબ્રુઆરીમાં થશે ડ્રામા ફેસ્ટ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લેખકોએ નાટકો અને વેબ સિરીઝની ભરમાર લખી નાખી

કોરોનાને કારણે નાટ્ય ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બંધ છે. તેથી નાટયકાર, લેખક, નિર્દેશક બીજા અન્ય કામમાં જોડાયા છે. ત્યારે સિટી ભાસ્કરે શહેરના કલાકારો સાથે વાત કરી જાણ્યું હતું, જેમાં કોઈએ નાટકની સ્ક્રીપ્ટ લખી, તો કોઈએ વેબ સિરીઝ સાઈન કરી તેમજ ફિલ્મના ગીતો લખ્યા. તેમજ કોઈ નાટ્યકાર એકાંકી નાટકને OTT પ્લેટફોર્મ પર લઈ જવાનું વિચારી રહ્યા છે. સાથે જ સુરતના કલાકારોની ટીમ દ્વારા સુરતના થિયેટરને આગળ લઈ જવા અને કોરોના પછીની શરૂઆત તરીકે ફેબ્રુઆરીમાં 5 નાટકોની સિરિઝ લોન્ચ કરશે.

નાટ્ય સ્પર્ધા યોજાય તો સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરીએ
મેં લોકડાઉનમાં 6થી 7 એડવર્ટાઈઝમેન્ટ કરી. બે વેબ સિરીઝ પણ સાઈન કરી છે. જેના પર થોડા સમયમાં કામ શરૂ થશે. કોરોનાને લઈને નાનું નાટક પણ લખ્યું છે. સાથે ગુજરાતી ફુલ લેન્થ નાટકો પણ લખ્યા. હવે કોઈ સંસ્થા, વ્યક્તિ કે કોઈપણ ઓર્ગેનાઇઝેશન કોઈ નાટયસ્પર્ધાનું આયોજન કરે અથવા તો કોઈ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન થાય તો આ સ્ક્રીપ્ટ પર કામ કરવાનું શરૂ કરીએ. સ્ક્રિપ્ટથી આગળ વધવા માટે એક મોટીવેશનની જરૂર છે. કોમર્શિયલ શો કરવા માટે હાલમાં જે ગાઈડલાઈન છે તેમાં સમસ્યા થઈ રહી છે. કારણકે તેમાં થિયેટર અને શો ચલાવવાનું બજેટિંગ બેસતું નથી. તેથી જો સરકાર છૂટ આપે થોડી તો ચોક્કસ શો કરીશું. - પંકજ પાઠકજી

10 જેટલા એકાંકી નાટકો OTT પ્લેટફોર્મ પર મુકીશ
લોકડાઉનમાં લખેલા 5થી 10 એકાંકી નાટકોને શુટ કરી OTT પ્લેટફોર્મ પર મુકવાનું વિચાર્યું છે. ઓડિટોરીયમ જેવી મજા તો નહિં પણ OTT પ્લેટફોર્મ પર શો સફળ તો થાય છે. તેમજ એક આખુ ફુલ લેન્થ નાટક લખ્યું. ગુજરાતી ફિલ્મ માટે લેખ લખી રહ્યો છું. સાથે એક આલ્બમ સોંગ લખ્યું છે જે થોડા સમયમાં રીલીઝ થશે. એક ફિલ્મના બે ગીતોના લીરીક્સ લખ્યા છે જેનું શુટિંગ શરૂ થઈ ગયુ છે. અત્યારે બીજી મોનોએક્ટિંગ પર એક સ્ક્રીપ્ટ લખી રહ્યો છું. જેમાં લોકડાઉનના સમયમાં ફક્ત નાટ્ય કલાકાર નહિ દરેક કલાકારની મનો સ્થિતિ શું હતી તેમના પર શું અસર થઈ તેના પર લખી રહ્યો છું. થોડા સમયમાં એક ફિલ્મનું ડિરેક્શન શરૂ કરીશ. - વૈભવ દેસાઈ

ફેબ્રુઆરીમાં કલાકારો માટે 10 દિવસનો ડ્રામા ફેસ્ટિવલ
અત્યારે થિયેટર સંપૂર્ણ રીતે બંધ છે. આ વખતે એસએમસીની નાટયસ્પર્ધા યોજાઈ નથી. ગાઈડલાઈનને કારણે શો થઈ શકે એમ નથી. ઓટીટી પ્લેટફોર્મને કારણે એમ પણ અત્યારે થિયેટરનો સમય ક્રિટિકલ ચાલી રહ્યો છે. જો કોઈ શરૂઆત નહિ કરે તો તેને ઊભી કરવામાં ઘણી તકલીફ પડશે. જેથી અમે ફેબ્રુઆરીમાં 10 દિવસનો ડ્રામા ફેસ્ટિવલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાં સુરતના પાંચ નાટકો પસંદ કરાશે. દરેક નાટકના બે શો કરીશું. જેથી વધારે લોકો જોઈ શકે. અને તેમાં 5 અલગ અલગ ઝોનરના નાટક રહેશે. થિયેટર જે છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે તે આગળ આવે અને બંધ નહિ થાય. તેમજ લોકોને પણ આત્મવિશ્વાસ આવે કે નાટક જોવા જોઈએ. આ કાર્યક્રમ ફોરમ પંડયા, ઉદય નાગર , પવન જરીવાળા, રીશીત ઝવેરી અને નિલય હુંણ દ્વારા આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...