સુરત ‘આપ’ વિવાદ:27 હિંસક કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો; પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આખું વિપક્ષ જેલભેગું, કુલ 29 સામે 14 કલમ લગાવાઇ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી રદ કરાવવા આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું હતું, ફાઇલ ફોટો - Divya Bhaskar
ચૂંટણી રદ કરાવવા આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું હતું, ફાઇલ ફોટો
  • સિક્યુરિટી ઓફિસરને ટોળાની ધમકી, ‘તમે ગુલામ છો, ગુલામી બંધ કરો, નહીં તો સસ્પેન્ડ કરાવી દઇશું’
  • આપ નેતા મનિષ સિસોદીયા આજે સુરતમાં આવશે

પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું.

કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું. સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’

ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો. મેયરની આબરૂને નુકસાન પહોંચે તે પ્રકારના અભદ્ર વાક્યો ઉચ્ચારવામાં આવ્યા હતા. હુલ્લડ દરમિયાન સભાખંડના કાચ, ખુરશીઓ અને ટેબલની પણ તોડફોડ કરવામાં આવી હતી. પાલિકાના ઇતિહાસમાં આ પહેલી ઘટના એવી બનશે કે જેમાં એકસાથે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ જેલભેગા થવું પડશે. પોલીસ ગમે તે ઘડીએ તમામ કોર્પોરેટરોની ધરપકડ કરી શકે છે.

ક્રોસ વોટિંગ કરનાર કોર્પોરેટરની આપ હાઇકમાન્ડે તપાસ શરૂ કરી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા આવતીકાલે સુરત આવી રહ્યા છે. તેમની સુરતની મુલાકાતને લઇ રાજકારણ ગરમાયું છે. મનિષ સિસોદીયાનો કાલનો કાર્યક્રમ 24મીની સરખામણીમાં ટૂંકાવી દેવાયો છે. 24 જૂનના કાર્યક્રમમાં મનીષ સિસોદીયા સુરતના કાઉન્સિલર્સ સાથે બેઠક, અતિથિ મુલાકાત, સામાજિક અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાતની સાથે સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021માં સમગ્ર ગુજરાતમાં આપમાંથી ચૂંટાયેલા તમામ સભ્યો સાથે મીટિંગ કરવાના હતા. તે તમામ કાર્યક્રમ કેન્સલ કરીને હવે તેઓ માત્ર કાર્યકર્તાઓ સાથે મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરીને સાંજે 7 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...