તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:હોમગાર્ડને ધક્કો મારી કાર ચાલકને ભગાડી દેતા ગુનો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી સમાજનો હોવાનો રોફ બતાવ્યો

ઘોડદોડ રોડ પર એલબી ટર્નિંગ પોઇન્ટ પાસે શુકવારે મધરાત્રે ઉમરા પોલીસ વાહનોની ચેકિંગ કરતી હતી દરમિયના હોમગાર્ડે ક્રેટા કારના ચાલકને અટકાવી તેની ડિકી ખોલી ચેકિંગ કરતો હતો. એટલામાં એક શખ્સ બુલેટ પર આવી હોમગાર્ડ સાગરને ધક્કો મારી કારના ચાલકને ભગાડી દીધો હતો. બુલેટ ચાલકે કહ્યું હતું કે, ‘હું આદિવાસી સમાજનો આગેવાન છું. તું મને પૂછવાવાળો કોણ છે’ કહી ઉમરા પીએસઆઈ સાથે પણ જીભાજોડી કરી હતી. ઉમરા પોલીસે જાતે ફરિયાદી બની બુલેટના ચાલક રવિન્દ્ર ગામીત (40)(રહે, નોર્થ પેવેલિયન, પિપલોદ)ની સામે સરકારી કામમાં રૂકાવટ, જાહેરનામા ભંગ, મારામારીની કલમોમાં ગુનો નોંધી ધરપકડ કરી છે.

રવિન્દ્રે દારૂનો પણ નશો કરેલો હતો. જેથી પોલીસે પીધેલાનો વધુ એક ગુનો નોંધી તેની બુલેટ પણ જપ્ત કરી લીધી હતી. પોલીસ સાથે રવિન્દ્ર ગામીતની માથાકૂટ થઈ એટલામાં તેના બે મિત્રો પણ ત્યાંથી પસાર થતા હતા. આથી બન્ને મિત્રો ત્યાં ઊભા રહી ગયા હતા. જેથી ઉમરા પોલીસે કફયુમાં નીકળવા બાબતેનું કારણ પૂછ્યું જેમાં સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી ઉમરા પોલીસે ઈમરાન મહેંદી આલમ (33) (રહે, ઈન્મટેક્ષ કોલોની, મજૂરાગેટ) અને હાર્દિક શૈલેષ રાઠોડ(25)(રહે, જાનકીપાર્ક સોસા, ભેસ્તાન)ની સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. રવિન્દ્ર ગામીતે ક્રેટાના ચાલકને શા માટે ભગાડી મુક્યો તે અંગે પોલીસ તપાસ કરશે ખરી ? પોલીસ પાસે કારનો નંબર પણ આવી ગયો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે રવિન્દ્ર ગામીત ફિશનો વેપાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...