પાલિકાની નવી નીતિને મંજૂરીની મ્હોર:કોરોનાના કહેર બાદ સ્મશાન ગૃહોમાં લાકડાની 53, ગેસની 38 ભઠ્ઠી વધારાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્થાયીની બેઠકમાં મેઈન્ટેનન્સ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર,નવા ડેવલપમેન્ટ માટે ગ્રાંટ આપવા નિર્ણય
  • સ્મશાનગૃહના ટ્રસ્ટો સાથે સંકલન રહે તે માટે પાલિકાની નવી નીતિને મંજૂરીની મ્હોર

કોરોનાની થપાટ બાદ પાલિકા શહેરના તમામ મોટા સ્મશાન ગૃહોને મેઈન્ટેનન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા ડેવલપમેન્ટ એમ 3 પ્રકારની ગ્રાંટ ફાળવાશે, નવા વિસ્તારો સહિત કુલ 14 સ્મશાનમાં હાલ લાકડાની 35, ગેસની 24 ભઠ્ઠી છે તેમાં અનુક્રમે 18 અને 14 ભઠ્ઠીનો વધારો કરી લાકડાની 53 અને ગેસની 38 કરાશે. શહેરના તમામ સ્મશાન ગૃહો ચલાવતા ટ્રસ્ટો સાથે સંકલન રહે તે માટે ટ્રસ્ટના 1 પ્રતિનિધિ પાલિકાના અધિકારી-પદાધિકારી સાથે સંકળાયેલા રહે તે માટે નવી નીતિને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે.

સ્મશાન ગૃહો ચલાવતા ટ્રસ્ટો માટે જુદા જુદા નિયમો

  • સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત સ્મશાનગૃહોના બાંધકામ અને નિભાવ કરતી સાર્વજનિક સંસ્થાએ પાલિકા પાસે અનુદાન મેળવવા ચેરીટી કમિશ્નરની રજીસ્ટ્રેશનની ખરી નકલ રજુ કરવી પડશે. નવા સ્મશાનગૃહ માટે પાલિકામાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • સ્મશાનગૃહની જમીન સાર્વજનિક સંસ્થાના નામે હોય તો સાત બારનો ઉતારો/સરકારી જગ્યા બાબતે કલેકટર દ્વારા આપવામાં આવેલી NOC રજુ કર્યેથી અનુદાન મળશે.
  • જો સાર્વજનિક સંસ્થાને જમીન ખાનગી માલિક રાજ્ય સરકાર-પાલિકા દ્વારા ફાળવણી થઈ હોય તો ક્યાં હેતુ માટે ફાળવણી થઈ છે જેના પુરાવા રજુ કર્યેથી જ અનુદાન મેળવવાને પાત્ર થશે.
  • અનુદાન મેળવતી સંસ્થાએ પાલિકા દ્વારા સુચવવામાં આવેલા પદાધિકારીઓ-અધિકારીઓને ટ્રસ્ટ મેનેજીંગ કમિટીમાં સભ્ય તરીકે ફરજિયાત સમાવવાના રહેશે.
  • અનુદાન મેળવતી વખતે સાર્વજનિક સંસ્થાએ અનુદાનની રકમ સ્મશાનભૂમિના બાંધકામ-સ્મશાનભૂમિના કેપીટલ કામો માટે જ વાપરવામાં આવશે તે મતલબનો લેખિત કરાર-બાંહેધરી કરી આપવાનો રહેશે.
  • સફાઇ, વીજળી, ગેસ વપરાશ અને સાધન સામગ્રીના ખર્ચના 50 ટકા પાલિકા આપશે
  • સ્મશાનગૃહમાં વ્યક્તિઓને બેસવા માટેની વ્યવસ્થા, ગાર્ડન, ફૂવારા અને પાણી સહિતની સુવિધા માટે 100 ટકા ગ્રાંટ પાલિકા આપશે.
અન્ય સમાચારો પણ છે...