જામીન નામંજૂર:કોર્ટે કહ્યું, આરોપી જેલમાં જ ધાર્મિક પઠન કરી શકે છે, બહાર જવાની જરૂર નથી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાના આરોપીએ દાદીનું અવસાન થતાં જામીન માગ્યા

કતારગામમાં હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલાં 19 વર્ષીય આરોપીએ દાદીનું અવસાન થતાં અધુરી રહેલી ધાર્મિક વિધિ પુરી કરવા માટે વચગાળાના જામીન માગ્યા હતા. એપીપી દિગંત તેવારની દલીલો બાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.

કોર્ટે નોંધ્યુ હતુ કે, કઇ ધાર્મિક વિધિ અધુરી છે તે અંગે જણાવાયું નથી, ઉપરાંત આરોપી મૃતકની આત્માને શાંતિ મળે એ માટે જેલમા પણ ધાર્મિક પઠન કરી શકે છે, આ માટે બહાર જવાની જરૂર નથી. કેસની વિગત મુજબ આરોપી મિત પંડ્યા (રહે. મારૂતિ નંદન એપા., કતારગામ)ની હત્યાના એક ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તા. 27મી મેના રોજ આરોપીની દાદીનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...