સમાધાન:બાળકોને રમાડવા અને મળવાની પત્નીની અરજી કોર્ટે મંજૂર કરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં પતિએ પત્નીનો નંબર બ્લોક કરી દીધો હતો

પતિથી અલગ રહેતી પત્નીએ લોકડાઉનમાં પોતાના બે બાળકો સાથે વાત કરવા કોલ કરતાં પતિએ નંબર બ્લોક કરી બાળકો સાથે વાત કરવા દીધી ન હતી. આથી પત્નીએ બાળકોને મળવા અને ફોન પર વાત કરવા માટે કોર્ટમાં એડવોકેટ મોના પંડ્યા મારફત કરેલી અરજી દલીલોના અંતે મંજૂર કરાઈ હતી. આ કેસમાં પત્નીએ પતિ સામે ભરણપોષણનો કેસ પણ કર્યો છે. દંપતિના બીજીવાર લગ્ન થયા બાદ એકવાર બંનેએ છુટાછેટા લીધા બાદમાં સમાધાન થતા ફરી લગ્ન કર્યા જેમાં જોડિયા બાળકો જન્મ્યા હતા.

થોડા સમય બાદ કેટલીક સંમતિ સાથે સમાધાન થતાં બંને ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા
કેસની વિગત મુજબ શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી આકાંક્ષાના લગ્ન વડોદરા ખાતે રહેતા રાકેશ (બંને નામ બદલ્યા છે) સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆત સારી રીતે થઈ હતી અને દંપતિને બે બાળકો અવતર્યા હતા. આજે આ બાળકોની ઉંમર અનુક્રમે 15 અને 17 વર્ષની છે. જો કે, બાદમાં પરિણીતાને માલુમ પડ્યંુ હતું કે, પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન પત્નીને ડેન્ગ્યુ થયો હોવા છતાં પતિએ દરકાર લીધી ન હતી એટલે વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જો કે, થોડા સમય બાદ કેટલીક સંમતિ સાથે સમાધાન થતાં બંને ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા જેમાં જોડિયા સંતાન થયા હતા. ચાર બાળકો સાથેનું જીવન વીતી રહ્યંુ હતું ત્યાં પતિએ કેટલીક સંમતિઓ તોડી અને પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

બાળકોથી મળી ન શકી
પત્નીએ વડોદારની કોર્ટમાં બાળકોનો કબજો મેળવવા ગાર્ડિયન એન્ડ વોર્ડસની કલમ-10 અને 25 મુજબ અરજી કરી હતી. આ દરમિયાન કોરોના આવી જતાં બાળકોને મળવા માટે અને ફોન પર વાત કરવા માટે વચગાળાની અરજી પણ કરી હતી.

શુંભ પ્રસંગે પણ મળી શકે
કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યુ હતુ કે, હાલ બાળકો ઘરે જ રહેતા હોય છે તેથી માતા વીડિયો કોલથી કે અન્ય રીતે વાત કરી શકે છે. ઉપરાંત અન્ય શુભ પ્રસંગે જરૂરી સાવચેતી રાખી પાદરા મુકામે મળવા આવે ત્યારે પતિએ તેને મળવા દે તે ન્યાયોચિત છે.

અન્ય સમાચારો પણ છે...