ક્લેઇમની અરજી નામંજૂર:‘મૃતક દારૂ પીતા હતા એટલે જ લિવર ખરાબ થયું’ કોર્ટે વીમો નામંજૂર કર્યો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતકે મિલકત ખરીદી સામે 11 લાખનો વીમો લીધો હતો
  • હોસ્પિટલના પેપર્સમાં 10 વર્ષથી દારૂની આદત હોવાનો ઉલ્લેખ હતો

રામપુરાના 40 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિજનોએ કરેલો વીમા ક્લેઇમ કંપનીએ નકારી કાઢ્યો હતો, જેમાં હોસ્પિટલના કેસ પેપર્સને ટાંકીને ઉલ્લેખ કરાયો હતો કે મૃતક 10 વર્ષ ઉપરાંતથી દારૂનું સેવન કરતા હતા. કોર્ટે આ સહિતની દલીલો માન્ય રાખી ક્લેઇમની અરજી નામંજૂર કરી હતી. રામપુરાના રોહિતે (નામ બદલ્યુ છે) વર્ષ 2017માં એક મકાન ખરીદ્યું હતું, જેના પર વીમા કંપનીએ તેમને વીમો આપ્યો હતો.

લોનના હપ્તા ચાલી રહ્યા હતા તે દરમિયાન રોહિતની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટ્રીટમેન્ટ બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં હોસ્પિટલના ડોકટરે દારૂ પીવાની આદતના લીધે લિવર ડેમેજ થયું હોવાનું નોંધ્યું હતું. આથી પરિજનોએ રૂ.11 લાખનો ક્લેઇમ કરાયો હતો.

ટ્રીટમેન્ટ પોલિસી પહેલાંની
વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહે દલીલ કરી હતી કે મૃતકની ટ્રીટમેન્ટ પોલિસી લીધા પહેલાથી ચાલી રહી હતી. એટલે ફોર્મ ભરતી વખતે હકિકત છૂપાવાઈ હતી.

ફરિયાદ ટકવાપાત્ર નથી: કોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીના પતિ આલ્કોહોલિક લિવર ડીસિઝ ધરાવતા હતા. તેમનું મૃત્યુ કિર્રહોસિસ ઓફ લિવરની બીમારીથી થયું છે. કેટલીક હકિકત વીમા કંપની સમક્ષ રજૂ કરવામાં આવી નથી. એટલે આ ફરિયાદ ટકવાપાત્ર નથી.

અન્ય સમાચારો પણ છે...