હુકુમ:વીમા કંપનીએ નકારી કાઢેલો ક્લેમ કોર્ટે પણ રદ કરી દીધો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરત બહારના રોગનો ક્લેઇમ કરાયો હતો

વીમો લેતી વખતે અનેક વાર વીમેદાર જરૂરી ધ્યાન રાખતા નથી અને વીમા કંપનીની અનેકો શરતો અંગે જાણકારી મેળવ્યા વગર વીમો લઇ લેતા હોય છે અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે. આવા જ એક કેસમાં વીમેદારે પરમેનન્ટ એક્સ્કલુઝન અંગેના એક કેસમાં કરેલો ક્લેઇમ પહેલા વીમા કંપનીએ અને બાદમાં કોર્ટે નકાર્યો હતો. વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહની દલીલ હતી કે જે કાયમી એક્સ્કલુઝનમાં છે અને તેનો કેલઇમ મળી શકે નહીં, જેથી વીમા કંપનીની સેવામાં કોઈપણ પ્રકારની ખામી રહેલી નથી.

કેસની વિગત મુજબ રાંદેર રોડ પર રહેતા યુવાને વર્ષ 2016માં વીમા લીધો હતો આ દરમિયાન તબિયત લથડતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 5 દિવસની સારવાર બાદ તેમને 75 હજારનું બિલ બન્યુંુ હતુ.જેનો ક્લેઇમ કરતા વીમા કંપનીએ ચૂકવવાથી ઇન્કાર કરી દીધો હતો. અને જણાવ્યુ હતુ કે આ રોગની સારવાર માટે અગાઉથી જ ના પાડી દેવાઈ હતી. જ્યારે કોર્ટે નોંધ્યુ હતુ કે વીમેદારને ઓબ્સટ્રેકટિવ સ્લીપ એરોનાની બિમારી છે. જેનો ક્લેઇમ મળવાપાત્ર નથી.

અન્ય સમાચારો પણ છે...