તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો હુકમ:દર્દીને હોસ્પિ.માં દાખલ થવાની શું જરૂર હતી, કહીને નામંજૂર કરેલો દાવો કોર્ટે મંજૂર કરાવ્યો

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાવના કેસમાં હોસ્પિટલમાં દાખલ દર્દીનો ક્લેઇમ વીમા કંપનીએ એમ કહીને નામંજૂર કર્યો હતો કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની શું જરૂર હતી. જો કે, વીમેદાર તરફે રજૂ કરાયેલી દલીલોના આધારે કોર્ટે ક્લેઇમ મંજૂર કરતો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય એક કેસમાં મેલેરિયાની સારવાર માટે દાખલ મહિલાનો ક્લેઇમ યોગ્ય પેપર ન હોવાની દલીલ સાથે રદ કરાયો હતો. આ કેસમાં પણ કોર્ટે ક્લેઇમ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

ગ્રાહક કોર્ટમાં દાખલ થયેલાં કેસમાં વરાછાના રાકેશનું ત્રણ દિવસની સારવારનું હોસ્પિટલનું બિલ 33 હજાર થયું હતુ જે વીમા કપનીએએ દલીલ સાથે નામંજૂર કર્યું હતંુ કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનું યોગ્ય કારણ નથી. અરજદાર તરફે એડવોકેટે દલીલ હતી કે હોસ્પિટલાઇઝેશન એ ડોકટરની સલાહ મુજબ કરાઈ છે. જેથી હોસ્પિટલાઇઝેશન નોટ વોરન્ટેડના ગ્રાઉન્ડ પર ક્લેઇમ નામંજૂર કરવો યોગ્ય નથી. બીજી તરફ વીમા કંપની દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો કેમ જરૂરી નથી એ પક્ષ યોગ્ય રીતે રજૂ નહીં કરતાં કોર્ટે 33 હજારનો ક્લેઇમ મંજૂર કર્યો હતો.

વીમા કંપની પેપર્સની ખામી સાબિત ન કરી શકી
કતારગામમાં રહેતી લલીતા પટેલ (નામ બદલ્યુ છે)ને મેલેરિયાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા 32 હજારનું બિલ આવ્યુ હતુ. જે વીમા કંપનીએ નામંજૂર કરતા અરજદાર તરફે દલીલ કરાઈ કે ક્લેઇમ મેળવવા કોઈ દસ્તાવેજ ખોટા ઊભા કરેલા નથી. સારવાર અને પેપર્સ જેન્યુઅન હોય જેથી મીસ રિપ્રેન્ઝન્ટેશન ઓફ મટીરીયલ્સ ફેકટ્ના ગ્રાઉન્ડ હેઠળ ક્લેઇમ નામંજૂર ન થાય. બીજી તરફ વીમા કંપની પેપર્સની ખામી સાબિત કરી શકી નથી આથી કોર્ટે ક્લેઇમ મંજૂર રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો