ચુકાદો:અકસ્માત અવેરનેસ માટે પાટાપિંડી કરીને સાઇકલ ચલાવનારને કોર્ટે નિર્દોષ છોડ્યો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2014માં VIP રોડ પર થયેલી મેરેથોનમાં પોલીસે ગુનો નોંધ્યો હતો
  • કલમ 419 હેઠળ નોંધાયેલો ગુનો આરોપીને લાગુ પડતો નથી: કોર્ટ

વર્ષ 2014માં વીઆઇપી રોડ પર યોજાયેલી મેરેથોનમાં અકસ્માત અવેરનેસ માટે પાટાપિંડી અને સ્ટીલના પાઇપ પર બોટલ લટકાવીને દર્દી હોવાનો રૂપ ધારણ કરી સાયકલ ચલાવનારા સામે ખટોદરા પોલીસે કલમ 419 હેઠળ ગુનો દાખલ કરી દીધો હતો.

આ કેસની ટ્રાયલ ચાલતા દલીલોના આધારે કોર્ટે આરોપીને નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યુ હતું કે, આ કલમ આરોપી સામે લાગુ પડતી નથી. તેમજ કલમ 419 હેઠળ કોઇ ગુનો કર્યો નથી. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ ગૌતમ ચૌહાણ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

શું હતો મામલો
23મી ફેબ્રુઆરી, 2014ની મેરેથોનમાં સલાબતપુરામાં રહેતા 68 વર્ષીય દિનેશચંદ્ર મશરૂવાલા મણીબા પાર્ટી પ્લોટ પાસેથી સ્પોર્ટસ સાયકલ પર સ્ટીલનો પાઇપ લગાડી, બોટલમાં લાલ કલર નાંખી ઇજા થઇ હોય એ રીતે જઇ રહ્યા હતા.

શું કહે છે કલમ 419
બચાવ પક્ષે દલીલ કરનારા એડવોકેટ ગૌતમ ચૌહાણ કહે છે કે, જો કોઇ વ્યક્તિ ખોટા નામે ઠગાઈ કરે તેને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા તો તે દંડની રકમ બંને સજા કરવામા આવે છે.

પોલીસની થિયરી શું હતી : પોલીસનું કહેવુ હતુ કે, પોતે દર્દી ન હોવા છતાં દર્દીનો વેશ ધારણ કરી જાહેરમાં આવતા જતા લોકોને ભ્રમિત કરી, ખોટો દેખાવ કરી પોતાને ખોટી રીતે દર્દી તરીકે પ્રદર્શિત કરી ગુનો કર્યો છે.

બચાવ પક્ષની દલીલ: કોઇનું ખોટું નામ ધારણ કરેલ હોય અને તેના ખોટા નામના આધારે કોઇ વ્યકિત સાથે ઠગાઇ કરેલ હોય તેવો કોઈ પ્રકારનો ફરિયાદીનો કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...