તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાંડેસરામાં નધણિયાતી બાળકીને દંપતીએ બચાવી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાં મળેલી બે માસની બાળકી - Divya Bhaskar
પાંડેસરામાં મળેલી બે માસની બાળકી
  • બાળકીની પાસે કુતરાઓ ફરી રહ્યા હતા, પાંડેસરામાં અજાણ્યા સામે ગુનો દાખલ

પાંડેસરામાં વહેલી સવારે નધણિયાતી મૂકી દેવાયેલી બે માસની એક બાળકી મળી આવી હતી જેની આસપાસ કુતરાઓ પણ ફરી રહ્યા હતા તે જ સમયે નજીકના દુકાનદારની તેના પર નજર પડતા તેને બચાવી લીધી હતી. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. દુકાનદારે પાંડેસરા પોલીસમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ભેસ્તાનની આસારામ સોસાયટીમાં રહેતા વિપુલ લાડનું પ્રોવિઝન સ્ટોર છે.

તેમની દુકાન સોસાયટીના ગેટ પાસે છે. સોમવારે સવારે ચારેક વાગે દુધના વેચાણ માટે દુકાને ગયા હતા. ત્યાં થોડા અંતરે ડિવાઈડર પાસે એક નવજાત બાળકી પડેલી દેખાઇ હતી. જેમાં બાળકીની નજીક કુતરાઓ ફરી રહ્યા હતા. કુતરાઓ બાળકીને નુકસાન પહોંચાડે તે પહેલા વિપુલભાઇ અને તેમની પત્નીએ કુતરાઓને ભગાવી બાળકીને બચાવી લીધી હતી. ત્યાર બાદ 108 અને પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો. બાળકીને સિવિલમાં દાખલ કરાઇ છે. ત્યાં તેની તબીયત સારી છે.

અન્ય સમાચારો પણ છે...