ટ્રેનમાં ચડી ન શક્યા:મહામના એક્સપ્રેસમાં ભારે ભીડ દંપતી ચડી ગયું ને પુત્રી રહી ગઈ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેલવે સ્ટેશન ઉપર વતન જનારાઓનો ધસારો, 70થી વધુ મુસાફરો કેવડિયા-વારાણસી ટ્રેનમાં ચડી ન શક્યા

દિવાળી નિમિત્તે વતન જનારા મુસાફરોની રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. મંગળવારે અને બુધવારે સ્થિતિ એટલી ખરાબ હતી કે મોટાભાગની ટ્રેનોમાં જનરલ કોચમાં લોકો જાનને જોખમમાં નાખીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

મંગળવારે રાત્રે 11 કલાકે સ્ટેશન પર આવેલી કેવડિયા-વારાણસી મહામના એક્સપ્રેસમાં કંઇક એવું જ જોવા મળ્યું જેમાં 70થી વધુ મુસાફરો ભારે ભીડના પગલે સ્લીપર અને જનરલ કોચમાં અંદર જઇ ન શક્યા. પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર આવતી ટ્રેનોમાં ભારે ભીડ રહે છે.

આ વખતે ફરીથી કોરોના પૂર્વેના વર્ષો જેવી ભીડ જોવા મળી રહી છે. વર્ષ 2020માં કોરોનાને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધને પગલે રેલવે સ્ટેશને મુસાફરોની સંખ્યા ખૂબ જ જૂજ જોવા મળી છે. આ વર્ષે પ્રતિબંધમાં મુક્તિ મળતા ફરીથી રેલવે સ્ટેશને ભારે ભીડ જોવા મળી રહી છે.

ટ્રેનને 3 વખત ચેઇન પુલિંગ કરીને અટકાવવી પડી
મહામના એક્સપ્રેસના સ્લીપર અને જનરલ કોચમાં ભારે ભીડને નિયંત્રિત કરવા માટે આરપીએફને ખુબ જ મહેનત કરવી પડી હતી. આ સમય દરમિયાન એક દંપતિ ટ્રેનમાં ચઢી ગયું પરંતુ તેમની નાની દીકરી પ્લેટફોર્મ પર રહી ગઇ હતી. જેથી ત્રણ વખત ચેનપુલિંગ કરીને ટ્રેનને અટકાવવી પડી હતી.