તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીખુશીના છૂટાછેડા:સુરતની કોર્ટમાં ખાજા ખાઇને દંપતી છુટુ પડ્યું; વડોદરાના પતિ સામે કરેલાં તમામ કેસ પત્નીએ પરત ખેચ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

4 વર્ષ સુધી લગ્ન ગાળો રહ્યો હોવા છતાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતાં અને પત્નીએ પતિ પર ભરણપોષણ સહિતના કેસ કર્યા હતા. આજે કોર્ટમાં વકીલોના સહકારથી બંને પક્ષ છુટા થવા રાજી થયા હતા. છુટાછેડાની અરજી કર્યા બાદ બંને ખાજા ખાઈ રાજીખુશી અલગ થયા હતા.

વડોદરા ખાતે રહેતા રાકેશ (નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ 2017માં રાગીની (નામ બદલ્યુ છે)સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવનની ગાડી બરાબર પાટા પર ચાલી રહી હતી. રાકેશ નોકરી કરી સારુ કમાતો હતો. પરંતુ રાગીનીની અપેક્ષા વધુ હતી. તેણી રોજની અનેક ડિમાન્ડ મૂકતી હતી. રાકેશના ગજા બહારની ડિમાન્ડનો પણ તેમાં સમાવેશ થતો હતો. વાંરવારની હરવા ફરવાની માગણીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો.

બધી જ માગણીઓ પુરી કરીને રાકેશે થાકયો હતો અને ત્યાર બાદથી જ દંપતી વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડાંની શરૂઆત થઈ હતી. અંતે ચાર વર્ષ સાથે રહ્યા હતા પત્નીએ પિયર રહેવાની જીદ પકડી હતી અને ઘર છોડીને જતી રહી હતી બાદમાં પતિ સામે ભરણપોષણ અને ઘરેલું હિંસા સંબંધિત કેસ કર્યો હતો. પતિ તરફથી એડવોકેટ પ્રીતિ જોષીએ કોર્ટમાં તેનો બચાવ કર્યો હતો.

પતિ રાજી હતો પણ પત્ની માનતી ન હતી
આ કેસમાં પત્નીની ભરણપોષણની અરજી પર કોર્ટે દર મહિને રૂપિયા છ હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જ્યારે પતિ તરફે પત્નીને ફરી તેડવાની અરજી પણ કરવામાં આવી હતી પરંતુ પત્ની જવા તૈયાર જ ન હતી. આખરે વકીલો અને બંને પક્ષોની મિટિંગ બાદ છુટાછેડાની અરજી કરવામાં આવી હતી અને રાજીખુશીથી બંને પતિ-પત્ની જુદાં થયા હતા.