પાણીની ડિમાન્ડ:દેશનો પ્રથમ મેમ્બરેઇન બેઝ વોટર પ્લાન્ટ સુરતમાં બનશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા રાંદેર ઝોનથી શરૂઆત કરશે

રાંદેર ઝોનના નવા વિસ્તારોમાં વસ્તીનો વ્યાપ વધતા પાણીની ડિમાન્ડ છે. આ માટે પાલિકા વરીયાવ ખાતે 250 (200 પ્લસ 50) એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેમાં 50 એમએલડીના પ્લાન્ટને સીરામીક બેઝ મેમ્બરેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી 160 એમએલડીનો કરાશે. કુલ 360 એમએલડીનો પ્લાન્ટ કરાશે. જો કે આ ટેકનોલોજીનો દેશમાં પહેલીવાર સુરતમાં ઉપયોગ થવાનો દાવો પાલિકા કરી રહી છે. આ ટેકનોલોજોથી પાણીમાંથી સ્મેલ નહિં આવશે અને રંગ પણ બદલાશે નહિં. આરો પ્લાન્ટ જેવું પાણી લોકોને મળી રહેશે તેવો દાવો પાલિકાએ કર્યો છે.

અડધો ઈંચ વરસાદથી પારો 2 ડિગ્રી ઘટ્યો
શહેરમાં બફારા વચ્ચે ગુરુવારે સવારથી મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેના કારણે મહત્તમ તાપમાન 2 ડિગ્રીના નોંધપાત્ર ઘટાડા સાથે 31.8 ડિગ્રી નોંધાયું હતું. વરાછામાં દોઢ ઇંચ વરસાદ ખાબકી જતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. મોડીરાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે કાળાડિંબાગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ઉકાઈ ડેમની સપાટી 336.06 ફુટ છે. 27 હજારથી 43 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...