તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગ્રહણ:અમેરિકા સહિત દેશ વિદેશની હજાર જેટલી અસ્થિઓના વિસર્જનમાં કોરોના નડ્યો

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
અશ્વિની કુમારમાં સેવા કરતા સુભાષભાઇ. - Divya Bhaskar
અશ્વિની કુમારમાં સેવા કરતા સુભાષભાઇ.
 • શહેરમાંથી દર મહિને 500થી વધુ અસ્થિઓ વિસર્જન માટે હરિદ્વાર- અલ્હાબાદ મોકલાય છે

શહેરમાંથી દર મહિને આશરે 500 થી વધુ અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર, અલાહાબાદ ખાતે મોકલવામાં આવે છે. માત્ર શહેર કે આસપાસના ગામો જ નહી પરંતુ વિદેશમાં રહેતા હિન્દુ પરિવારો પણ પોતાના સ્વજનની અસ્થી હરિદ્વાર ખાતે વિસર્જીત કરવા સુરત એર કુરિયર દ્વારા મોકલાવતા હોય છે અને ત્યાર બાદ આ અસ્થિઓનું ટ્રેન મારફતે હરીદ્વાર, અલાહાબાદ ખાતે વિસર્જન કરવામાં આવે છે. જોકે છેલ્લા 50 દિવસથી ચાલી રહેલા લોકડાઉન વચ્ચે ટ્રેન વ્યવહાર પણ બંધ થઈ જતા વિદેશથી મોકલવામાં આવેલી દસ જેટલી અસ્થિઓ સહિત 1000 થી વધુ અસ્થીઓ વિસર્જન વિના પડી રહી છે.
દર મહિને લગભગ 500થી વધુ અસ્થિઓ વિસર્જન માટે તેમને ત્યાં આવે છે. 
અશ્વનિકુમાર સ્મશાન ગૃહ ખાતે કેન્ટીન ચલાવવાની સાથે સાથે વિનામૂલ્યે હરીદ્વાર ખાતે અસ્થી વિસર્જનની સેવા આપતા સુભાષ થીયાએ જણાવ્યું હતું કે સુરત શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ વિદેશમાંથી પણ હરિદ્વાર ખાતે અસ્થી વિસર્જન કરવા માટે તેમને ત્યા મોકલવામાં આવે છે. સ્મશાન ગૃહમાં અંતિમ વિધી માટે આવતા સ્વજનો મૃતકની અસ્થિ હરિદ્વાર વિસર્જીત કરવા માટે ત્યાંજ આપી જતા હોય છે. દર મહિને લગભગ 500થી વધુ અસ્થિઓ વિસર્જન માટે તેમને ત્યાં આવે છે. 
લોકડાઉનમાં અમેરિકા સહિત દેશ-વિદેશની આશરે 1000 જેટલા મૃતકોની અસ્થિ તેમના સ્વજનો તેમને ત્યાં આપી ગયા છે
તેવી જ રીતે વિદેશ થી પણ એર કુરીયર દ્વારા અસ્થિવિસર્જન માટે તેમને ત્યાં આવે છે. હાલમાં ચાલી રહેલા લોકડાઉન પહેલા આશરે 10 જેટલી અસ્થિઓ વિદેશથી હરિદ્વાર ખાતે વિસર્જન માટે તેમને ત્યાં આવી હતી. તેવી જ રીતે લોકડાઉનમાં અમેરિકા સહિત દેશ-વિદેશની આશરે 1000 જેટલા મૃતકોની અસ્થિ તેમના સ્વજનો તેમને ત્યાં આપી ગયા છે. તેઓ દર મહિને હરિદ્વાર, અલાહાબાદ ખાતે જઈ ધાર્મિક વિધી વિધાન મુજબ અસ્થિઓનું વિસર્જન કરાવતા હોય છે. પરંતુ હાલમાં લોકડાઉનના કારણે છેલ્લા બે મહિનાથી તેઓ અસ્થી વિસર્જન કરવા માટે જઈ શક્યા નથી જેના કારણે લગભગ 1000 જેટલી અસ્થિઓ હાલ તેમને ત્યાં પડી રહી છે. આગામી દિવસોમાં લોકડાઉન ખુલ્યા બાદ આ અસ્થિઓનું વિસર્જન કરવા માટે તેઓ હરિદ્વાર, અલાહાબાદ જશે એવું તેમણે જણાવ્યું હતું.
ઘણા સ્વજનો પોતે અસ્થિ વિસર્જન કરવા જવાના હોય તો પણ અહીં મૂકી જાય છે
સુભાષભાઈએ જણાવ્યું હતું કે માત્ર અમારા મારફતે જ નહી પરંતુ જે સ્વજનો પોતે હરિદ્વાર જઈ સ્વજનની અસ્થિઓ વિસર્જીત કરવા માંગતા હોય તેવા લોકો પણ અસ્થિ મુકી જાય છે. હરીદ્વાર અલાહાબાદ જવાનું થાય ત્યારે લઈ જાય છે. આવી અસ્થિઓ લોકડાઉનના કારણે સ્વજન લઇ જઈ શકે તેમ ન હોવાથી હાલમાં તેમને ત્યાં પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો