મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મર્ડર કરી સુરત ભાગી આવેલા ત્રણ આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત પોલીસ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણેય આરોપીઓને ડુમસ વિસ્તારમાંથી ઝડપી પાડીને મહારાષ્ટ્ર પોલીસને સોંપી દીધા હતા.
ઝઘડામાં હત્યા કરવામાં આવી
મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં 4 એપ્રિલના દિવસે ચારેક વાગ્યાના અરસામાં વિઠ્ઠલ કામળેની સોલાપુર રોડ ઉપર આવેલ ચંપલની દુકાનમાં હરી મોહન કેકડે નાઓને તેના સાથીદારો જુબેર શેખ મીથુન સાળવે અને અકીલ શેખ નાઓએ સોનાનુ બ્રેસલેટ વેચવા માટે આપ્યું હતું. તે બ્રેસલેટ વેચીને હરી રોકડા રૂપિયા નહી આપ્યા અને બ્રેસલેટ પણ પરત નહીં આપતો હોવાથી તેઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો. ઝઘડામાં મરણ જનાર સચીન મહાદેવ પવાર નાઓએ સમાધાન કરાવી છુટા પાડેલ અને તેઓને ધમકી આપેલ કે તમારી ટોળકીનું નામ પોલીસમાં કહી તમારી ટોળકીનો ભાંડો ફોડી નાંખીશ.
એક સ્થળ પર જ ઝડપાયો હતો
અદાવત રાખીને હરી કેકડેના કહેવા મુજબ જુબેર શેખ, મીથુન સાળવે અને અકીલ શેખ નાઓએ દુકાનમાં મરણ જનાર સચીન મહાદેવ પવાર ઉપર લાકડાનો ફટકો તથા ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરીયાદીની ડ્રીમ યુગા મોટર સાયકલ જેની કિંમત રૂ .15000- ની મતાની લઇ નાસી જઇ ગુનો કર્યા હોવાની ફરીયાદ આપતા તે અંગે બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. તે ગુનામાં હરી મોહન કેકડે સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ અને જુબેર શેખ મીથુન સાળવે અને અકીલ શેખ નાઓ નાસી ગયેલ હતા. આ ગુનામાં જુબેર શેખ, મીથુન સાળવે અને અકીલ શેખ નાઓ ગુનો કરી ગુજરાત તરફ નાસી આવેલ હોય વૈરાગ પોલીસ સ્ટેશનની ટીમ સુરત ખાતે આવી પોલીસ મદદ માંગતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણેય આરોપીઓને ડુમસ વિસ્તારમાંથી ઝડપી પાડીને મહારાષ્ટ્ર પોલીસને સોંપી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.