તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત પાલિકાની મંજૂરી:આભવા-ઉભરાટ વચ્ચે મીંઢોળા નદી પર બ્રિજનું કામ શરૂ થાય તે પહેલા જ કિંમત 100 કરોડ વધી, હવે 300 કરોડ ખર્ચ કરાશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 મહિના પહેલા મુખ્યમંત્રીએ આ જ બ્રિજ માટે 200 કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત કરી હતી

સુરત-નવસારીને જોડવા મીંઢોળા નદી પર ફોર લેન બ્રિજ બનાવવા રૂપિયા 300 કરોડની વહીવટી મંજૂરી મળી છે.જેથી સુરત-ઉભરાટનું અંતર 30 કિમી ઘટશે. સાત મહિના પહેલા મુખ્યમંત્રીએ આ બ્રિજ માટે 200 કરોડની જાહેરાત કરી હતી. માર્ગ મકાન વિભાગ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ છે.

માર્ગ મકાન વિભાગના ઉપસચિવ એ.એન.મિસ્ત્રીએ સુરત વર્તુળના અધિક્ષક ઇજનેરને પુલ પાછળ 300 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી અંગેનો પત્ર પાઠવ્યો છે. કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ એક્રોસ રિવર મીંઢોળા કનેક્ટિંગ સુરત ડિસ્ટ્રિક્ટ (આભવા) એન્ડ નવસારી ડિસ્ટ્રિક્ટ (ઉભરાટ) ફોર લેનના નામે કામગીરી કરવામાં આવશે. જોકે 300 કરોડની મંજૂરી સાથે જ કેટલીક શરતો પણ રખાઈ છે.

બ્રિજથી સુરત-ઉભરાટનું અંતર 30 કિમી ઘટશે, 50% ખર્ચ પાલિકા ભોગવશે
મીંઢોળા નદી પર બનાવવામાં આવનાર ફોર લેન બ્રિજ માટે માર્ગ મકાન વિભાગે અંદાજિત 300 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે. જો કે કેટલીક શરતો પણ રાખી છે જે પૈકી એક શરત એવી છે કે, આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે અને જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ વર્ક ઓર્ડર આપવાના રહેશે. આ ઉપરાંત જે કામ મનરેગા હેઠળ આવરી લેવાય એમ હોય તેવા કામોનો ખર્ચ મનરેગા યોજના હેઠળ ઉધારવામાં આવે તે અંગેની તકેદારી વિભાગે રાખવાની રહેશે.

આ બ્રિજ બનવાથી સુરતનો વિકાસ વધુ ઝડપી બનશે
મીંઢોળા નદી પર બ્રિજ બનવાથી સુરત-ઉભરાટનું અંતર ઘટશે અને સમય પણ બચશે. પર્યટન સ્થળ તરીકે ઉભરાટ પહેલેથી જ સુરતીઓને ખૂબ પ્રિય છે. આ ઉપરાંત ખજોદ ડ્રિમ સિટી, ડુમસ, મગદલ્લા, સુલતાનાબાદ, મરોલી, ભીમપોર સહિતના ગામોને જોડતો આ બ્રિજ બનવાથી સુરતનો વિકાસ વધુ તેજ બનશે.ખજોદ ખાતે વૈશ્વિક કક્ષાનું સાકાર થઇ રહેલું હીરા બુર્સનું કામ અંતિમ ચરણમાં છે. જેથી હીરા બુર્સની સાથે આભવા ઉભરાટનો બ્રિજ સમગ્ર એરિયાનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ અને ઇકોનોમિક ગ્રોથ બન્નેને ગીયરઅપ કરશે.

પુલ નિર્માણનો 50% ખર્ચ માર્ગ-મકાન વિભાગ આપશે
મીંઢોળા નદી પર ફોર લેન પુલ નિર્માણ કરવા માટે 50 ટકા ખર્ચ માર્ગ મકાન વિભાગ કરશે. બાકીનો ખર્ચ સુરત મનપા અને ડ્રિમ સીટી લિ. દ્વારા સંયુક્ત રીતે કરાશે.બાંધકામ શરુ કરતા પહેલા યુટીલીટી,પાણીની લાઇન,ગટરલાઈન અને વીજલાઈન વગેરે ખસેડવા પાત્ર હોય તો આ કામગીરી પૂરી કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા કરાશે.

અન્ય સમાચારો પણ છે...