કૌભાંડનો આક્ષેપ:VIP રોડ પર મૂકાયેલી રૂ.19500ની સ્ટિલની ડસ્ટબિનનો તેની કિંમત જેટલો જ મરામત ખર્ચ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં ડસ્ટબિન મરામતના કામનો વિપક્ષનો વિરોધ

પાલિકામાં 73 ડી હેઠળના મંજૂર કરાતા કામો સામે ફરી સવાલો ઉભા થયા છે. જેમાં કાર્યાપલક ઇજનેર, ઝોનલ ચીફને તાકીદનું કામ હોય તો અમુક રકમ સુધી ખર્ચ કરવાની સત્તા અપાઇ છે. બુધવારે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં વેસુ- વીઆઇપી રોડ પર 3 વર્ષ પહેલા લગાવેલી સ્ટીલની ડસ્ટબીન અને બેન્ચ બદલવાના ખર્ચને જાણ લેવાનાે કામનો વિરોધ કરાયો હતો.

VIP રોડ પર શ્યામ મંદિરથી વેસુ જંકશન સુધીના રસ્તા પર સ્ટીલની ડસ્ટબીન અને બેસવા માટે બેન્ચીસ મુકાઇ છે.આના રિપેર અને મેઇન્ટેઇન્સ ના મુદ્દે વિપક્ષી સભ્ય મહેશ અણધણે આક્ષેપ લગાવ્યો છે કે, શહેરના વીઆઇપી રોડ પર વી.આઇ.પી લોકો માટે વી.આઇ.પી ડસ્ટબિન અને બેસવા માટે બેંચીસ મુકાઇ છે. જેમાં 3 ડસ્ટબીન ડ્રમ રિપેરીંગ અને મેઇનટેન્સ પાછળ 19,500 અને 6200 મળી 25700નો ખર્ચ દર્શાવ્યો છે.

5 વર્ષ જૂના 73-ડીના કામોમાં ગોટાળા થવાની શક્યતા
હાલમાં 5-6 વર્ષ જૂના કામો પણ મંજૂરી માટે આવતા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેમાં વર્ષ 2017માં પીએમ સુરત આવ્યા હતા ત્યારે 15 લાખના ખર્ચે મેટલ ગ્રાઉટીંગ કરાયું હતું. જેનું કામ 17મેની બેઠકમાં 73 ડી હેઠળ મંજૂરી માટે આવ્યું હતું. આમ 5 વર્ષ જૂના કામો અત્યારે મંજૂરી માટે આવતા 73 ડી હેઠળના કામોમાં કૌભાંડનો આક્ષેપ વિપક્ષે કર્યા છે.

ત્રણ વર્ષ પહેલા લાગેલી ડસ્ટબિન પણ બદલવા જેવી નથી
આપના સભ્ય મહેશ અણધણે જણાવ્યું કે, વીઆઇપી રોડ પર 19,500ના ખર્ચે લાગેલી આટલી મોંઘી ડસ્ટબીન શહેરમાં ક્યાંય નથી. બેન્ચીસ - ડસ્ટબીનનું કામ 3 વર્ષ પૂર્વે કરાયું હતું. સ્થળ તપાસ કરતા ખબર પડી કે બેન્ચ અને ડસ્ટબીન બદલવાની જરૂર નથી.

સ્ટીલની ડસ્ટબિન મોંંઘી છે, માત્ર 4થી 5 બદલવા લાયક છે
જાહેર બાંધકામ સમિતિના સભ્ય ગેમર દેસાઇએ જણાવ્યું કે, સ્ટીલની ડસ્ટબીન હોવાથી મોંઘી છે. માત્ર 4થી ૫ ડસ્ટબીન જ બદલવા લાયક છે. બેન્ચ પર પીવીસી સીટ બદલવા લાયક હોય, વેલ્ડીંગ અને કલર કરવા લાયક કામો હશે તે જ મરામત કરાશે.

અન્ય સમાચારો પણ છે...