તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીને PPE કિટનો રોજ 15 હજારનો ખર્ચ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
PPE કીટની ફાઈલ તસવીર - Divya Bhaskar
PPE કીટની ફાઈલ તસવીર
  • કોરોનાની સારવાર લેનાર દર્દી માટે ‘સોના કરતાં ઘડામણ મોંઘું’
  • મેડિક્લેઇમમાં આની જોગવાઇ ન હોવાથી દર્દીને જાતે ખર્ચ ભોગવવો પડે છે

મેડિકલેમ હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાના રોગની સારવાર લેવી લોકો માટે ખર્ચાળ થઇ રહી છે. દર્દીના સારવારના ખર્ચ કરતા તેને સારવાર આપી રહેલા મેડિકલ સ્ટાફની સલામતી માટે ઉપયોગમાં લેવાતી કીટનો ખર્ચ જ  ભારે પડી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થાય ત્યારે નાની નિડલથી લઇને તમામ વસ્તુઓ દર્દીએ લાવવાની હોય છે.

ર્દીઓએ દવા અને સારવાર કરનાર ની કીટ પાછળ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે
જ્યારે સારવાર કરનારા નર્સિંગ સ્ટાફ, ડોકટર અને અન્ય કર્મચારીઓ માટે વપરાતી પીપીઇ કીટ, ગ્લોવઝ, માસ્કનો ખર્ચ પણ દર્દી પર હોય છે. હોસ્પિટલ દ્વારા પકડાવવામાં આવતા મસમોટા બિલમાં 65થી 70 ટકા જેટલો ખર્ચ આ કીટ પાછળ જ થાય છે. એક કીટ રૂ.1200 થી 1500ની આવે છે. રોજની 10 જેટલી કીટનો હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જે રીતે ગણતા એક દિવસમાં કીટનો ખર્ચ જ રૂ.15000 થાય છે. જો દર્દી દસ દિવસ હોસ્પિટલમાં રહે તો માત્ર પીપીઇ કીટ પાછળ જ રૂ.1.50 લાખનો ખર્ચ થઇ જાય છે. તો બીજી તરફ મેડીક્લેઇમમાં આ કીટનો સમાવેશ નહીં હોવાના કારણે દર્દીઓએ દવા અને સારવાર કરનાર ની કીટ પાછળ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.

દર્દીઓની સંખ્યા પ્રમાણેનો ખર્ચ ઘટી શકે છે
કોરોના ની સારવાર માટે પીપીઇ અત્યંત જરૂરી છે. જેના ખર્ચ દર્દીઓએ જ કરવાનો રહે છે. જો કે હોસ્પિટલમાં કેટલા દર્દીઓ છે. તેના આધારે કિતના ખર્ચમાં વધારો ઘટાડો થઈ શકે છે. > ડો. રવિ કુમાર, મિશન હોસ્પિટલ.

કેટલી વખત વપરાય છે
1 ત્રણ સિફ્ટમાં નર્સ માટે 3 કીટ.
2 વિઝીટ લેનાર ડોક્ટરોની 3 કીટ.
3 સફાઇ કર્મચારીઓ માટે 2 કીટ.
4 બે ટાઈમ ભોજન આપવા તથા અન્ય સેવા કરનારની 2 કીટ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો