તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Corporator Told The Commissioner, "Go To The Municipal Terrace And See How Many Illegal Constructions Have Taken Place."

કામગીરી:કોર્પોરેટરે કમિશનરને કહ્યું, ‘પાલિકાની ટેરેસ પર જઇને જુઓ કેટલા ગેરકાયદે બાંધકામ થયા છે’

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટ્રલ ઝોનની સંકલનમાં ગેરકાયદે બાંધકામ, દબાણો, અશાંતધારાના સળગતા પ્રશ્નો ગાજ્યા
  • ચોક્કસ ધર્મના લોકોને ગેરકાયદે બાંધકામની છૂટ, જ્યારે અન્ય ધર્મના લોકોના બાંધકામ તોડી પડાય છે

સેન્ટ્રલ ઝોનની સંકલનમાં ગેરકાયદે બાંધકામ, અશાંત ધારો, રસ્તા પર દબાણો, પાર્કિંગ સમસ્યા, અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ સહિતના મુખ્ય મુદ્દા ઉછળ્યા હતાં. કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ખડકાઇ રહ્યાં છે, 180 જેટલી બિલ્ડિંગો તો સાત માળ સુધી ચણાંઇ ગઈ છે.! અમુક કોમના લોકો સાત-સાત, આઠ-આઠ માળ બાંધી દે છે. તેને બાંધવા દેવાય છે પરંતુ હિંદુઓ બાંધતા હોય તો હેરાન કરાય છે. સેન્ટ્રલ ઝોનમાં બે કાર્યપાલક ઇજનેરની માંગણી કોર્પોરેટરોએ કરી છે. આ સાથે કોર્પોરેટરે કમિશનરને કહી દીધું કે, પાલિકાની ટેરેસ પર જઇ જુઓ કેટલા ગેરકાયદે બાંધકામ થઇ ગયા છે.

સંકલનમાં આસી.ઇજનેર રાજેશ પટેલ કોર્પોરેટર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે, જવાબ નથી આપતા, કામ નથી થતું. ભાગાતળાવ અને ગોપીપુરા પાર્કિંગના કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા હોવા છતાં પણ ઉઘરાણા ચાલતાં હોય સંકલનમાં મુદ્દો ઉઠતાં કમિશનર બંછાનિધિ પાનીએ આસી.ઇજનેર તેજસ પટેલને શો-કોઝ નોટીસ ફટકારવા કહ્યું હતું. પરંતુ કોર્પોરેટરોએ તેજસે બે મહિના પહેલા જ ચાર્જ સંભાળ્યો હોય રાજેશ પટેલને નોટિસ ફટકારવા કહ્યું હતું.

નાનપુરા વોર્ડ ઓફિસ બનાવવા માંગ, કમિશનરે લીલી ઝંડી આપી
નાનપુરાના સરકારની પીડબલ્યુડીની બંધ પડેલી ઓફિસમાં વોર્ડ ઓફિસ બનાવવા કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે માંગ કરતાં કમિશનરે કામગીરી આગળ વધારવા સૂચના પણ આપી દીધી છે. અઠવા પોલીસ સ્ટેશને લાલા લજપતરાય ગાર્ડન ખાતે પોતાના વાહનો મુકીને દબાણ કરી દીધા છે. તે જગ્યા પાલિકા લઈ લે અને જો ત્યાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવે તો કોટ વિસ્તારના પાર્કિંગના મોટા પ્રશ્નમાં રાહત થાય તેમ વ્રજેશ ઉનડકટે માંગણી કરી હતી.

રસ્તા-ડ્રેનેજના પ્રશ્ને સંકલનનો અભાવ
ડ્રેનેજ લાઈન અને રોડ બનાવવાના પ્રશ્ને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ પણ સપાટી પર આવી ગયો હતો. સભ્યોએ પૂછેલા ડ્રેનેજ લાઈન, રસ્તાના સવાલ વિશે કમિશનરે અધિકારીઓને પૂછતાં ઝોનના હાજર અધિકારીઓ વચ્ચે પણ ખો-ખોની રમત ચાલી હતી. કોરોનાનું બહાનું કાઢીને રસ્તાના પેચ વર્કના કામો પણ થતાં નથી તેવો મુદ્દો ઉઠતાં કમિશનરે તમામ રસ્તાઓને રિપેરિંગ પેચવર્ક કરવા આદેશ આપ્યો હતો. કોન્ટ્રાક્ટરને એક વર્ષનો સમય અપાયો હોવાથી તેનો વિરોધ થયો હતો.

જર્જરિત મકાનો ઉતારવા કમિશનરનો આદેશ
જર્જરિત મકાન અંગેના પ્રશ્નો પણ ઉઠ્યા હતા. જેટલા પણ જર્જરિત મકાનો છે જો તેને નોટિસ અપાઈ હોય તો તેને તાત્કાલિક ઉતારવામાં આવે તેવો આદેશ કમિશનર પાનીએ કર્યો છે. જેટલા મકાનો જોખમી થયાં છે તે તમામને ઉતારી લેવા સેન્ટ્રલ ઝોને તૈયારી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...