તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Corporator Of Ward No. 11 Of Surat Sat On The Chair Of The Deputy Commissioner And When Asked, He Said, "Such A Mistake Will Not Happen Again."

વીડિયો વાઇરલ:સુરતના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ડેપ્યૂટી કમિશનરની ખુરશી પર બેસી ગયા, પૂછ્યું તો કહ્યું, ‘હવે પછી આવી ભૂલ નહીં થાય’

સુરત3 મહિનો પહેલા
ડેપ્યૂટી કમિશનરની ખુરશી પર બેસી પોતે જ ડે. કમિશનર હોય તેમ કર્મચારીઓને આદેશ કરતો વીડિયો વાયરલ થયો

સુરતના વોર્ડ નંબર ૧૧ (અડાજણ ગોરાટ) વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના નગરસેવક વૈશાલીબેન શાહે આજે રાંદેર ઝોનના ડેપ્યૂટી કમિશનરની ખુરશીની ગરિમા સાચવી નહીં અને પોતે ડેપ્યૂટી કમિશનરની ખુરશી પર બેસી ગયા હતા. પોતે જાણે ડેપ્યૂટી કમિશનર હોય તેવી રીતે ઝોનલ ચીફ પર ઑર્ડર કરી રહ્યા હોવાનો ગણગણાટ સાંભળી તમામ કર્મચારીઓ ચોંકી ગયા હતા.

ફરિયાદ કરવા ગયા હતા કોર્પોરેટર
વૈશાલીબેન શાહ (કોર્પોરેટર) એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે અને શાક માર્કેટ-ફ્રુટ માર્કેટ ચાલુ હોવાથી સંક્રમણના કેસો વધી રહ્યા હોય એમ કહી શકાય છે. એ બાબતે હું આજે સી.વાય. ભટ્ટ સાહેબની ઓફિસમાં ગઈ હતી. આજે પણ મારા મત વિસ્તારની સોસાયટીઓમાંથી મેસેજ આવ્યા હતા, એ પણ મેં એમને બતાવ્યા છે. અગાઉ કમિશનર સાહેબને પણ મેં આવેદનપત્ર આપ્યું છે.

હવે આવી ભૂલ નહીં થાયઃ કોર્પોરેટર
વધુમાં જણાવ્યું હતું કે હા, રજૂઆત કરતા ધ્યાન બહાર રહી ગયું હતું કે એ ખુરસી ભટ્ટ સાહેબની છે. મારો કોઈ ખરાબ ઈરાદો કે રુઆબ જમાવવા માટે હું એમની ખુરશી પર બેસી ન હતી. ભૂલ થઈ છે, ચોક્કસ સ્વીકારું છું, ધ્યાન રાખીશ. બીજીવાર આવી ભૂલ નહીં થાય, છેલ્લા 5 વર્ષમાં અનેક અધિકારીઓની ઓફિસોમાં ગઈ છું, કોઈ વાર આવી ભૂલ નથી થઈ. બસ હું એમને એટલું જ કહી રહી હતી કે તમારા કર્મચારીઓ સોસાયટીઓમાં જાય અને લોકોને વિશ્વાસ આપે કે હવે ગંદુ પાણી નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...