તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રહીશોની વ્યથાથી કોર્પોરેટર રડ્યા પણ સમસ્યા ઠેરની ઠેર

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનદરવાજા જર્જરીત આવાસના રહીશોને બીજે ખસેડવા મુદ્દે MLA પાટીલની ઓફિસે બેઠક મળી

માનદરવાજાના જર્જરિત એ-ટેનામેન્ટના 320 આવાસધારકોનો શિફ્ટિંગનો મુદ્દો વકરતો જઇ રહ્યો છે. આવાસધારકોને શિફ્ટિંગ માટે અલગ અલગ 3 લોકેશન પર વિકલ્પ આપવા છતાં મામલાનો અંત આવતો નથી. ત્યારે મંગળવારે ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસે મળેલી બેઠકમાં અસરગ્રસ્તોની રજૂઆત કરતી વેળા સ્થાનિક નગરસેવક જયેશ જરીવાલાની આંખમાં આંસુ આવી ગયા હતા.

ભાવુક બની ગયેલા નગરસેવક જરીવાલાએ શિફ્ટિંગ માટે ઝડપથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. તેમનું કહેવું છે કે, અસરગ્રસ્તો શિફ્ટિંગ માટે તૈયાર છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટેના આવાસોમાં રિપેરિંગ સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવવી જોઇએ. જેથી બેઠકમાં આગામી દિવસોમાં આવાસોને રિપેર કરવાની ખાતરી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, અસરગ્રસ્તોને ભેસ્તાન, અડાજણ અને વડોદ ખાતે આવાસમાં શિફ્ટિંગ માટે વિકલ્પ અપાયા છે. જેમાં 320 પૈકી 90 અસરગ્રસ્તોને આગામી દિવસમાં અડાજણ ખાતેના આવાસમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે બાકીના અસરગ્રસ્તોને ભેસ્તાન-વડોદ આવાસના વિકલ્પ અપાયા છે. જો કે ટેનામેન્ટની બનેલી કમિટી તરફથી હજુ કોઇ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...