તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Corporation Will Take Rs 5 Crore From The Grant Of MLAs For The Third Wave, 13 Thousand Beds Will Also Have Beds For Children.

આગોતરી તૈયારી:ત્રીજી લહેર માટે ધારાસભ્યોની ગ્રાંટમાંથી પાલિકા 5 કરોડ લેશે, 13 હજાર બેડમાં બાળકો માટે પણ બેડ હશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંભવિત થર્ડ વેવ સામે સુરત મનપા ગંભીરતાથી આગોતરી તૈયારીમાં મંડી પડ્યું છે. ખર્ચાઓને પહોંચી વળવા ધારાસભ્યોની ગ્રાન્ટ મેળવશે. એક ધારાસભ્યને વર્ષે દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટ જાહેર હિત માટે, આરોગ્ય, આવશ્યક સેવાઓ સહિતના કામો માટે વાપરવાની હોય છે.

સુરતના 12 ધારાસભ્યોની ગ્રાન્ટને પાલિકા ત્રીજા વેવ માટે ઉપયોગમાં લેવા માંગે છે, તાજેતરમાં જ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, જે ધારાસભ્યોની ગ્રાન્ટ હોય તે ધારાસભ્યો સાથે વાત કરી ગ્રાન્ટ મેળવવી, એકાઉન્ટ ખાતાએ કહ્યું કે, ધારાસભ્યોની મંજુરી મળે તો 4 થી 5 કરોડ ગ્રાન્ટ મળી શકે છે. 2022માં ટર્મ પૂર્ણ થનાર છે ત્યારે બાકી ગ્રાન્ટનો થર્ડ વેવમાં ઉપયોગ થઈ શકશે. કમિશનરે સૂચના આપી કે,13 હજાર બેડમાં પિડિયાટ્રીક બેડ પણ જોડાશે. હોસ્પિટલો અંગે આઇએસડી વિભાગ સોફ્ટવેર પણ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...