સુવિધા:સ્મશાનગૃહોની સુવિધા વધારવા પાલિકા 20 કરોડની મદદ કરશે, લિંબાયતના સ્મશાનને આધુનિક બનાવવા 6 કરોડ ફાળવાશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ​​​​​​​કોરોનામાં ખુલ્લામાં અંતિમક્રિયા થયા બાદ વિસ્તૃતિકરણ કરાશે

શહેરના તમામ સ્મશાન ઘાટને ડ્રીમસિટી પ્રોજેક્ટની જેમ ડેવલપ કરવા સ્થાયી સમિતિએ 20 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ દર્શાવી લીંબાયતના સ્મશાનમાં ગેસ ભઠ્ઠી સહિતના વિકાસ માટે 6.23 કરોડના ખર્ચને મંજુરી આપી હતી. સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, કોરોનામાં ખુલ્લામાં અંતિમવિધિ કરાઇ હતી. જેથી આ જવાબદારી પાલિકાએ ઉપાડી સ્મશાન ઘાટોનું વિસ્તરણ કરવા તૈયારી દર્શાવી છે.

મલ્ટિ લેવલ પાર્કિંગની દરખાસ્ત દફતરે
​​​​​​​શોરૂમ, માર્કેટ અને ખાણી-પીણીની હોટલોથી ગીચ ઘોડદોડ રોડ પર પાર્કિંગની સમસ્યા હવે સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બનતા અઠવા-ઉમરામાં મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા દોઢ વર્ષ પહેલાં દરખાસ્ત રજુ કરાઇ હતી. વધુ એક વખત રજુ થયેલી આ દરખાસ્તને ટેન્ડરની સમય મર્યાદા પુર્ણ થઇ હોવાની સાથે ગુરૂવારે સ્થાયી સમિતિએ દફતરે કરી હતી.

હોર્ટિકલ્ચરના મેઇન્ટનન્સનો ઇજારો દફ્તરે
BRTS રૂટના કેનાલ કોરિડોર પર હોર્ટિકલ્ચરના મેઇન્ટેનેન્સ માટે PPP ધોરણે શાહ પબ્લિસિટીને જાહેરાતના હક આપી 10 વર્ષની મર્યાદાએ પ્રતિ વર્ષે 1.11 કરોડની રોયલ્ટી વસુલવાની શરતે ઇજારો આપવાની દરખાસ્ત પણ દફ્તરે કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...