વેસ્ટમાંથી કમાણી:પાલિકા ટ્રિટેડ વેસ્ટ વોટરને વેચી વર્ષે વધુ 45 લાખ આવક મેળવશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે અંત સુધીમાં 140 કરોડ આવક કરશે

મહાપાલિકા ટ્રીટેડ વેસ્ટ વોટર ને નોન પોટેબલ વોટર તરીકે બિન ઔદ્યોગિક વપરાશ માટે વેચી વર્ષે વધુ 45 લાખ આવક મેળવશે. આ દ્વિતિય ટ્રીટેડ પાણીનો ગાર્ડનીગ, બાયો ડાયવર્સીટી પાર્ક, ગટર લાઇન-મશીનરી સફાઈ માં ઉપયોગ થાય છે.

આ સિવાય શહેરમાં વિશાળ શૈક્ષણિક, ઓદ્યોગિક, વ્યાપારિક સંકુલોમાં નોન પોટેબલ વોટર તરીકે પણ ઉપયોગ કરાય છે. પાલિકા આ 1 હજાર લીટર પાણીના 2021-22 માં 12.86 લિટર નક્કી કરી આગામી વર્ષ 2022-23 માં રૂપિયા 14.15 કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ છે. મહાપાલિકા વર્ષે 120 કરોડ આવક મેળવે છે, જે આ વર્ષ અંત સુધીમાં 140 કરોડ આવક મેળવતી‌ થઈ જશે. હવે અન્ય ઝોનના 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરીને તાપી-ખાડી માં છોડી દે છે તેવાં ગટરનાં ટ્રીટેડ પાણી માંથી આવક મેળવશે.

અન્ય સમાચારો પણ છે...