તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રન વેને નડતી બિલ્ડિંગોની NOC રદ થાય તો જ પાલિકા BUC કેન્સલ કરશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ વિવાદ: પાલિકા કમ્પલાયન્સ રિપોર્ટ બનાવવાની તૈયારીમાં
  • NOC એરપોર્ટ ઓથોરિટીએ આપી હોવાથી રદ પણ તે જ કરી શકે

એરપોર્ટના કુલ રન-વે પૈકીનો 615 મીટર રન-વે માટે વેસુની 102 બિલ્ડિંગ ઓબ્સ્ટેકલ જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડિંગો દર ચોથી ફ્લાઇટ માટે જોખમી હોવાની રાવ નાખી રહેલી એરપોર્ટ ઓથોરિટી કાર્યવાહી કરવા માટે પાલિકાને જવાબદાર માની રહી છે ત્યાં પાલિકા કમિશનર ‘ડીજીસીએ કાર્યવાહી કરશે તો પાલિકા પણ કાર્યવાહી કરશે’ તેવો ગાણું ગાઇ રહ્યા છે. સાથે તેમણે સ્વીકાર્યું પણ હતું કે, એરપોર્ટની એનઓસી બાદ ઘણી બિલ્ડિંગોનાં લોકેશનમાં અક્ષાંસ-રેખાંશની વિસંગતતા છે. જો કે તે પાલિકાની દૃષ્ટિએ ગેરકાયદે નથી.

૩૦ નવેમ્બર સુધીમાં શું કાર્યાવાહી કરી તેનો કમ્પલાયન્સ રિપોર્ટ રજૂ કરવાની કોર્ટની સૂચના બાદ પણ પાલિકા સમય મર્યાદા પૂરી થઇ ગયાં બાદ શું કાર્યવાહી કરી તે અંગે કોઇ ફોડ પાડી શકી નથી. પાલિકાએ તમામ 102 બિલ્ડિંગોમાં પાણીની ટાંકી સિવાયની વધારાની હાઇટની ગણતરી શરૂ કરી છે. 10 ઓગસ્ટે પાલિકાએ 27 પ્રોજેક્ટની 102 બિલ્ડિંગોની રજાચિઠ્ઠી સ્થગિત કરી 21 દિવસની તક આપી રજાચિઠ્ઠી રદ્દ કેમ ન કરવી તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમયમર્યાદા 31 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે ત્યારે પાલિકાએ માત્ર નોટિસ ફટકારી હાઇકોર્ટમાં ‘એક્શન ટેકન’ રિપોર્ટ રજૂ કરીને સંતોષ માની લીધો છે.

વધુ કાર્યવાહીની દિશા નક્કી કરી શકી નથી. આ અંગે પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ કહ્યું કે, રજાચિઠ્ઠી રદ કરવાની નોટિસ મામલે રહીશોએ જવાબો રજૂ કર્યા છે. જેનો અભ્યાસ કરી રહ્યા છીએ. એરપોર્ટની એનઓસી મેળવ્યા બાદ બનેલી બિલ્ડિંગોનાં લોકેશનમાં અક્ષાંસ-રેખાંશનો ફેર છે. આ વિસંગતતા છે પણ ગેરકાયદે નથી તેમ છતાં ડીજીસીએ એનઓસી રદ કરશે તો પાલિકા પણ બીયુસી રદ કરીને જરૂરી કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...