આયોજન:પાલિકા આંજણામાં રૂ.22 કરોડના ખર્ચે 5 માળની કેમેરાથી સજ્જ 2 શાળા બનાવશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 900 વ્યક્તિની ક્ષમતાવાળુ મલ્ટીપર્પઝ હોલ બનાવવાનું પણ આયોજન કરાયું

રૂ.22 કરોડના ખર્ચે આંજણા વિસ્તારમાં પાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળા બનાવવાનું આયોજન કર્યું છે. સીસીટીવી અને પ્લે ગ્રાઉન્ડ સહિત લીફ્‌ટની સુવિધા ધરાવતી શાળામાં 900 વ્યક્તિઓ માટેનો અલાયદા મલ્ટી પર્પઝ હોલનું પણ નિર્માણ કરવામાં આવશે.

આંજણામાં ફાઈનલ પ્લોટ નં. 133 ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની શાળા અને સુમન શાળા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે 8878 ચોરસ મીટરના પ્લોટ પર બન્ને શાળાઓની અલગથી બિલ્ડીંગો સાકાર કરાશે. 4552 ચોરસ મીટર જમીન પર શિક્ષણ સમિતિની શાળા અને 4386 ચોરસ મીટર જમીન પર સુમન શાળાના ગ્રાઉન્ડ ફ્‌લોર સાથે 5 માળની ઈમારતો બનાવવામાં આવશે. સમિતિની શાળા ભવનમાં 29 વર્ગ ખંડ સહિત કોમ્પ્યુટર રૂમ અને હોલની સુવિધા ઉભી કરવામાં આવશે.

સુમન શાળામાં પણ વર્ગ ખંડોની સાથે સાથે ફિઝીક્સ - કેમિસ્ટ્રીટ અને બાયોલોજીની અલાયદી લેબોરેટરી તથા ઈન્ડોર ગેમ સાથે કોમ્પ્યુટર અને લાયબ્રેરી રૂમનું પણ નિર્માણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...