• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Corporation Sent Notices To Traders After The High Court Ruled To Vacate The Ambedkar Shopping Center On Ring Road In Surat.

ડિમોલેશનનો માર્ગ મોકળો:સુરતના રિંગરોડ પરના આંબેડકર શોપિંગ સેન્ટરને ખાલી કરવા હાઈકોર્ટે ચુકાદો આપતા પાલિકાએ વેપારીઓને નોટિસ પાઠવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલ્ડીંગ જર્જરીત થયું હોવાથી તોડવાની કામગીરી હાથ ધરાશે - Divya Bhaskar
બિલ્ડીંગ જર્જરીત થયું હોવાથી તોડવાની કામગીરી હાથ ધરાશે
  • જર્જરીત શોપિંગ સેન્ટરના 37 વેપારીઓ કોર્ટમાં જતાં મામલો ટલ્લો ચડ્યો હતો

સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન માટે હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસનો નિવેડો આવી રહ્યો છે. થોડા દિવસો અગાઉ કારશાની નાળમાં આવેલા શોપિંગને ડિમોલેશન કરાયા બાદ વધુ એક શોપિંગ સેન્ટરને તોડવા માટેનો માર્ગ મોકળો થયો છે. રીંગરોડના આંબેડકર શોપિંગ સેન્ટરની દુકાનો ખાલી કરાવવા વેપારીઓને પાલિકાની નોટિસ આપવામાં આવી છે. જેથી વેપારીઓ દ્વારા સામાન બહાર કાઢવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાલિકા દ્વારા એક જ દિવસમાં દુકાનો ખાલી કરવા નોટિસ અપાઈ છે.
પાલિકા દ્વારા એક જ દિવસમાં દુકાનો ખાલી કરવા નોટિસ અપાઈ છે.

વેપારીઓ કોર્ટમાં ગયા હતા
રીંગરોડના આંબેડકર શોપિંગ સેન્ટરની દુકાનો સહિતની જર્જરિત બિલ્ડિંગને ખાલી કરાવવાની હતી. જોકે આ મામલો 37 વેપારીઓ કોર્ટમાં જતાં કામગીરી ટલ્લે ચઢી હતી. કોર્ટે મહાનગરપાલિકા તરફે ચુકાદો આપ્યો હતો. જેથી શોપીંગ સેન્ટર શોપીંગ સેન્ટરનું કોયમેન્ટ કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. કોર્ટે મનપા તરફે ચુકાદો આપતા પાલિકાએ કામગીરી શરૂ કરી છે.

નોટિસના પગલે દુકાનોમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો
નોટિસના પગલે દુકાનોમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો

શોપિંગ સેન્ટર ખાલી કરવાનું શરૂ કરાયું
માન દરવાજા ટેનામેન્ટ સંલગ્ન આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો હાઈકોર્ટમાં કેસ હારી જતાં પાલિકા દ્વારા દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેના પગલે દુકાનદારો દ્વારા કોઈ જ માર્ગ હવે ન બચ્યો હોય તેમ આજે દુકાનો ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...