પાલિકાની તિજોરીના તળિયા:પાલિકાની સ્થિતિ કથળી, આવક મેળવવા 408 પ્લોટ ભાડે આપશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જકાતની આવકના બદલામાં આવતી સરકારી ગ્રાન્ટ અટકી પડી
  • પ્લોટ ભાડે આપવા માટે નવી પોલિસી બનાવશે, પાર્કિંગ સહિતના હેતુ માટે 11 મહિનાથી 30 વર્ષ સુધીના ભાડે આપશે, અઠવામાં સૌથી વધુ 144 પ્લોટ

કોરોના કાળમાં આરોગ્ય લક્ષી કામગીરીમાં સુરત મહાનગર પાલિકાની તિજોરીના તળિયા દેખાયા છે. આ ઉપરાંત જકાત નાબૂદ કર્યા બાદ સરકારમાંથી આવતી કરોડોની ગ્રાન્ટ પણ મોડી આવી રહી છે. જેથી નવી આવક ઉભી કરવા માટે પાલિકાએ શહેરના અલગ અલગ ઝોનમાં 408 પ્લોટ ભાડે આપી કરોડોની નવી આવક ઉભી કરવાનો નિર્ણય કર્યો છે.

જરૂરિયાત સમયે સોનાની લગડી સમાન પ્લોટોનું યોગ્ય વળતર મળી શકે તે માટે પાલિકા તેને ભાડેથી આપવાની સાથે સાથે, પે એન્ડ પાર્ક બનાવવા તેમજ અન્ય કોમર્શિયલ હેતુ માટે ફાળવશે. હાલ તમામ ઝોનમાં 6, 11 મહિનાથી લઈ 30 વર્ષ સુધી પ્લોટોને ભાડેથી ફાળવી પાલિકા આવક મેળવી રહી છે. તેમાં, પેટ્રોલ પંપ, બીએસએનએલ, બેંક સહિત જુદી જુદી સંસ્થાઓને પ્લોટ ભાડેથી આપ્યાં છે. તમામ ઝોનમાંથી કુલ 408 પ્લોટોને જુદી જુદી કેટેગરીમાં સમાવાયા છે.

કેટેગરી-એ માં મેઇન રોડ પરના 159, કેટેગરી-બીમાં મેઇન રોડ અંદરના પ્લોટ 147, કેટેગરી-સીમાં નાના રોડના 102 પ્લોટ તારવાયા છે. સુરત મહાનગર પાલિકાને તંત્ર ચલાવવા આવક માટે પાલિકાના પ્લોટ લીઝ પર આપવા પડશે. તેથી અગાઉ અઠવા ઝોનનું સેમ્પલ મોડલ તૈયાર કરી પ્રેઝેન્ટેશન યોજાયું હતું. તેમાં, પ્લોટ ક્યાં આવ્યા છે, વેલ્યુ શું? કેટલા સ્ક્વેર ફીટના છે? છેલ્લા ત્રણ વર્ષમાં પ્લોટનો વપરાશ શું હતો. તેમજ રેડ, બ્લ્યુ, યલો એમ કલર કોડ નક્કી કરવામાં આવ્યાં છે. રેડ એ મુખ્ય રસ્તાના વધુ પ્રાયોરિટી ધરાવતો પ્લોટ, બ્લ્યુ એટલે મેઇન રોડ અંદરનો મિડિયમ વેલ્યૂ ધરાવતો પ્લોટ અને યલો એટલે નાના આંતરિક રસ્તાના પ્લોટ છે. અઠવા ઝોનના અગાઉ થયેલા પ્રેઝન્ટેશન બાદ તમામ ઝોન પાસે પ્લોટોની વિગતો મેળવવામાં આવી છે. તેના આધારે શાસકો દ્વારા પ્લોટ ભાડેથી આપવા સહિતના મુદ્દે પોલિસી બનાવવામાં આવશે તેમ સ્થાયી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું છે.

અઠવાના 74 પ્લોટ સૌથી વધુ ભાડું મળે તેવા
તમામ ઝોનમાં કુલ 408 પ્લોટોમાં સૌથી વધુ 144 પ્લોટ અઠવા ઝોનમાં છે, તેમાં 74 પ્લોટ તો એ-કેટેગરીમાં મુકાયા છે. તો બી-કેેટેગરીમાં પણ 51 પ્લોટ છે, સી-કેટેગરી માં 19 પ્લોટ છે. તમામ ઝોનમાં મળી કુલ 159 એ- કેટેગરીના પ્લોટ એટલે કે મુખ્ય રસ્તા પરના સોનાની લગડી સમાન પ્લોટ છે. તેમાં સૌથી વધુ 74 પ્લોટ માત્ર અઠવા ઝોનમાં જ છે.

કયા કયા હેતુઓ માટે પ્લોટ્સ ફાળવાશે
હાલ 6થી 11 મહિના સુધી તેમજ 30 વર્ષ સુધીની મુદત માટે પ્લોટોને ભાડેથી અપાયા છે. તેમાં, બેંક, પેટ્રોલ પંપ, બીએસએનએલ સહિતની સરકારી ખાનગી સંસ્થાઓ તેનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે હવે મુખ્ય રોડના, મેઇન રોડ અંદરના પ્લોટોને ભાડે-લીઝ, પાર્કિંગ માટે અપાશે.

મોકાની જગ્યા મુજબ પ્લોટ એ,બી, સી કેટેગરીમાં મુક્યા
​​​​​​​

બીસી
મેઇન રોડમેઇન રોડનાના
કેટેગરીપરના પ્લોટઅંદરના પ્લોટરોડના પ્લોટટોટલ
અઠવા745119144
રાંદેર364645127
કતારગામ1412834
વરાછા-એ2305
વરાછા-બી210820
લિંબાયત18101341
ઉધના89118
સેન્ટ્રલ56819
ટોટલ159147102408
અન્ય સમાચારો પણ છે...