દિવાળી ગિફ્ટ:સુરતમાં કંપનીએ 35 કર્મચારીઓને દિવાળી ભેટમાં આપ્યા ઇલેક્ટ્રીક સ્કૂટર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સી.આર.પાટીલના હસ્તે તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર ભેટમાં આપવામાં આવી. - Divya Bhaskar
સી.આર.પાટીલના હસ્તે તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર ભેટમાં આપવામાં આવી.
  • દિવાળી પર નવા વિચારો સાથે નવી શરૂઆત

સુરત શહેરની એક કંપની દ્વારા આ દિવાળી પર એવી પહેલ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં દુનિયા આ દિશામાં આગળ વધવાની છે. આ દિવાળી પર પોતાના 35 કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર્સ ભેટમાં દિવાળી ભેટ રૂપે આપ્યા છે.

પેટ્રોલથી ચાલતી બાઈક લઈને આવતા કર્મચારીઓને ગિફ્ટ આપી
આ અંગે માહિતી આપતા સુભાષ ડાવરે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે તેઓ હંમેશાથી સભાન રહ્યા છે. કુદરતના સાનિધ્યમાં રહેવું તેમને પસંદ છે અને પર્યાવરણ સંરક્ષણ માટે દરેક સંભવ પગલા ઉઠવવાનો તેમનામાં જોશ છે. સુભાષ ડાવરના પુત્ર ચિરાગ ડાવર એમ્બ્રોડરી મશીનોનો વ્યવસાય કરે છે, ત્યારે તેમને પોતાના 35 કર્મચારીઓ કે જે અત્યાર સુધી પેટ્રોલથી ચાલનારી બાઈક વાપરતા હતા તે બાઇકોનો તમામ કર્મચારીઓ ત્યાગ કરે તે માટે તેઓ દ્વારા તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર દિવાળી ભેટ તરીકે આપ્યા છે.

પેટ્રોલના ભાવ વધારાને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો
મુખ્ય કારણ અંગે જણાવતા કહ્યું હતું કે પેટ્રોલના ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ જ વધ્યા છે. આ મુદ્દો માત્ર મીડિયાની હેડલાઇન્સ જ નથી બની રહે છે પણ આની અસર કંપનીની આર્થિક સદ્ધરતા પર પણ થાય છે. ત્યારે અમે નિર્ણય લીધો હતો કે કર્મચારીઓ કે જેઓ પેટ્રોલથી ચાલનારી બાઇક ચલાવી રહ્યા છે તેમને ઇલેક્ટ્રીક સ્કૂટર ગિફ્ટમાં આપીઓ.

ઈલેક્ટ્રીક સ્કૂટર આપવા પાછળનો મુખ્ય હેતુ
ઈલેક્ટ્રીક સ્કૂટર આપવાથી માત્ર ઇંધન પાછળ થનારા ખર્ચની બચત થશે, પર્યાવરણ સુરક્ષા, ગ્રીન સુરત માટે અમારી કંપની યોગદાન આપી શકશે. આ ઉદ્દેશ્ય સાથે જ દિવાળીના શુભ દિવસે અલાયન્સ હાઉસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર ભેટમાં આપવામાં આવી હતી.