સચિન સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં (સેઝ) લિઝ પૂર્ણ થઈ ગઈ છે તેવા યુનિટ ધારકોને લિઝ રિન્યુ કરી આપવા માટે ખાનગી કંપની ડીજીડીસી દ્વારા એક ચો.મીના 6 હજારની માગ કરી મસમોટા રકમની માંગણી કરાઈ રહી છે. જે બાબતે ઉદ્યોગપતિઓ દ્વારા ચેમ્બરને રજૂઆત કરતા ચેમ્બરે સેઝના ડેવલપમેન્ટ કમિશનરને આ બાબતે રજૂઆત કરી છે.
રાજ્ય સરકારના જીઆઈડીસી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાનગી કંપની ડિજીડીસીને જમીન 16 રૂપિયા પ્રતિ મીટર આપી હતી. ત્યારબાદ 2006માં સેઝની રચના થઈ હતી. ડીજીડીસી કંપનીએ યુનિટોને 15થી લઈને 99 વર્ષ સુધીની લિઝ પર જગ્યા આપી હતી. ઉદ્યોગકારોએ લિઝ પર જ્યારે જમીન લીધી ત્યારે પ્રતિ ચોરસ મીટર રૂ.2000 ભાવ ચૂકવ્યો હતો. હાલ સેઝમાં કેટલાંક યુનિટ ધારકોની લિઝ પૂરી થાય છે. પરંતુ હાલ ભાડાપટો પૂરો થતા યુનિટ ધારકોએ ડીજીડીસી કંપનીને રિન્યુઅલ માટે પત્ર લખતા કંપનીના સંચાલકોએ રિન્યુ માટે પ્રતિ ચો.મી રૂ.6 હજારની રકમની માગણી કરતાં યુનિટ ધારકોના અકળાયા છે.
લીઝ 99 વર્ષની જગ્યાએ તેનાથી ઓછા વર્ષની આપવામાં આવે છે
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ‘સેઝના ડેવલપમેન્ટ કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. લિઝ 99 વર્ષની જગ્યાએ તેનાથી ઓછા વર્ષની આપવામાં આવે છે. લિઝના કાયદામાં જો આવું હશે તો તેમાં પણ ફેરફાર કરવા માટે સરકારનું ધ્યાન દોરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.