• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Committee Submitted An Application To The Collector To Decide The Guideline For Celebrating Ganeshotsav Along With The Guideline In Surat.

રજૂઆત:સુરતમાં ગાઈડલાઈન સાથે ગણેશોત્સવ ઉજવવા માટેની ગાઈડલાઈન નકકી કરવા સમિતિએ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરત5 મહિનો પહેલા
ગણેશભક્તો આગામી દિવસોમાં તૈયારી કરી શકે તે માટે રજૂઆત કરાઈ
  • ગણેશ ભક્તોની મૂંઝવણને લઈને ક્લેક્ટરને રજૂઆત કરાઈ

ગણેશ ઉત્સવને થોડા જ દિવસ રહ્યા છે, ત્યારે હિન્દુઓના ધાર્મિક લાગણી સચવાય તે રીતે ગણેશ સ્થાપના અને વિસર્જન પ્રક્રિયાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાઇડલાઇન ઝડપથી જાહેર કરવી જોઇએ. જેથી કરીને ગણેશભક્તો આગામી દિવસોમાં તૈયારી કરી શકે. સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પૂર્વક ઉજવાતો હોય છે. જેને પરિણામે ગણેશ ભક્તોએ આગામી આયોજન કેવી રીતે કરવું છે. તે અંગેની સ્પષ્ટતા થાય તો ગણેશ મંડળો તેની તૈયારી શરૂ કરી શકે.

ગણપતિ ઉત્સવ કેવી રીતે ઉજવવો તેને લઈને પણ ગણેશ ભકતોમાં ભારે મૂંઝવણ દેખાઈ રહ્યાની રજૂઆત
ગણપતિ ઉત્સવ કેવી રીતે ઉજવવો તેને લઈને પણ ગણેશ ભકતોમાં ભારે મૂંઝવણ દેખાઈ રહ્યાની રજૂઆત

મૂંઝવણ દૂર કરવા પ્રયાસ
કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચર્ચા થઈ રહી છે, ત્યારે ગણપતિ ઉત્સવ કેવી રીતે ઉજવવો તેને લઈને પણ ગણેશ ભકતોમાં ભારે મૂંઝવણ દેખાઈ રહી છે. ગણેશ ઉત્સવને થોડો સમય બાકી છે, ત્યારે કયા પ્રકારની ગાઇડ લાઇનનો અમલ કરવો છે. તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. ગણેશ ભંડારાનું માપ કેટલું હોવું જોઈએ. પ્રતિમાઓની કેટલી ઊંચાઇ હોવી જોઈએ, વિસર્જનની પ્રક્રિયા કેવી રીતે અને ક્યાં કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.

ગણેશ ભક્તોએ આગામી આયોજન કેવી રીતે કરવું તે અંગેની સ્પષ્ટતા માટે રજૂઆત
ગણેશ ભક્તોએ આગામી આયોજન કેવી રીતે કરવું તે અંગેની સ્પષ્ટતા માટે રજૂઆત

સામાજિક પ્રવૃતિઓ પણ થશે
ગણેશ ઉત્સવ સાથે અનેક લોકોને રોજગારી પણ જોડાયેલી હોય છે. મંડપ ડેકોરેશન, પ્રસાદી બનાવનાર, ગણેશ પ્રતિમાઓ બનાવનારા, ડીજે, લાઇટ, ઢોલ નગારા સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગો માટે રોજીરોટીનો મોટું સાધન પુરવાર થાય છે. જો વહીવટીતંત્ર ગણેશ ઉત્સવની ઉજવણી આ બાબતે નું આયોજન જાહેર કરે તો વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પણ અનુકૂળતા રહે. સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા ગણેશ વિસર્જન ની સાથે અનેક સેવાકીય કાર્ય કરવાની પણ બાંયધરી આપવામાં આવી છે. જેમકે રસીકરણ માટે જાગૃતિ અભિયાન, માસ્ક અંગે જનજાગૃતિ, બ્લડ ડોનેશન કેમ્પ, તેમજ અન્ય વિવિધ સામાજિક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવશે.