માંગણી:સમિતિની 319 શાળામાં 705 શિક્ષકોની ઘટ પુરવા માંગણી કરાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 700થી વધુ શિક્ષકો સહિતની ખાલી પડેલી જગ્યા ભરવા માટે વિપક્ષે મ્યુ. કમિશનર બંછાનિધીપાનીને રજૂઆત કરી છે. ગુજરાતી માધ્યમમાં 180 સહિત કુલ 705 શિક્ષકોની ઘટ છે. જેમાં મરાઠી માધ્યમમાં 46, હિન્દી માધ્યમમાં 115, ઉર્દૂમાં 10, ઉડિયામાં 231, અંગ્રેજીમાં 80 શિક્ષકોની ઘટ છે. જ્યારે મંજૂર મળવાપાત્ર મુખ્ય શિક્ષક 258 સામે 47 મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી છે. જુનિયર કલાર્કની 14, પટાવાળાની 2 જગ્યા ખાલી છે.

વિપક્ષના સભ્ય નટુભાઇ પટેલે જણાવ્યું કે, મહત્તવની પોસ્ટ ગણાતી ઉપશાસનાધિકારીની જગ્યા બે વર્ષથી ખાલી પડી છે. આ જગ્યા ભરવા માટે અરજી મંગાવી દીધી હતી. પરંતુ હજુ સુધી પરીક્ષા લેવાની ફુરસદ લેવાઇ નથી અને નિરીક્ષક રાગિણી દલાલને ચાર્જ સોંપીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. તાકીદે ઉપશાસનાધિકારી સહિતની જગ્યા ભરવામાં આવે તે માટે કમિશનરને પત્ર લખાયો છે.

અન્ય સમાચારો પણ છે...