તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કલેક્ટરે વર્ષ-2021 માટે બેન્કોનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન જાહેર કર્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • MSME માટે 15550 અને કૃષિ માટેA 5204 કરોડની લોનની જોગવાઈ

ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં એન્યુઅલ ક્રેડિટ પ્લાન સામે કેટલી લોન કયા સેક્ટરમાં અપાઈ છે. તેમજ આવતા વર્ષે પ્રોયોરિટી સેક્ટરને કેટલી લોન અપાશે તે અંગે કલેક્ટર ડો.ધવલ પટેલની આગેવાની મીટિંગ થઈ હતી. જેમાં સુરત શહેર અને જિલ્લાની વિવિધ બેન્કોની 897 બ્રાંચ દ્વારા આવનારા નાણાંકીય વર્ષ 2021-22માં પ્રાયોરિટી વાળા એજ્યુકેશન, હોમ, એમએસએમઈ તેમજ કૃષિ જેવા સેક્ટર માટે રૂ. 25301 કરોડની લોન આપવાનો નિર્ણય કરાયો હતો.

જેનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન બેન્કના અધિકારીઓની હાજરીમાં જાહેર કરાયો હતો. ચાલુ નાણાંકીય વર્ષમાં 20792 કરોડનો ક્રેડિટ પ્લાન જાહેર કરાયો હતો. તેની સામે ડિસેમ્બર સુધિમાં રૂપિયા 14133 કરોડનું ધિરાણ થઈ ચૂક્યુ છે. આ વર્ષે એગ્રિકલ્ચર માટે 5204 કરોડ,એમએસએમઈ માટે 15550 કરોડ, હાઉસિંગ માટે 2902 કરોડ અને એજ્યુકેશન માટે 341 કરોડની જોગવાઈ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો