• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Coldest Day Of The Season, With A Temperature Of 12.2 Degrees In January After 2 Years, Will Still Be Cold For 2 Days

હાડ થીજવતી ઠંડી:2 વર્ષ બાદ જાન્યુઆરીમાં 12.2 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ, હજુ 2 દિવસ ઠંડી રહેશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુલાબી ઠંડીની સોનેરી સવાર - Divya Bhaskar
ગુલાબી ઠંડીની સોનેરી સવાર
  • ઉત્તર ભારતમાં હીમપ્રપાતની અસરથી એક જ રાતમાં શહેરનું તાપમાન 3.4 ડિગ્રી ઘટી ગયું
  • મહત્તમ તાપમાન 25.8 હોવા છતાં 6 કિમીના પવનોથી દિવસે પણ ઠંડી વધી

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે સુરત સહિત ગુજરાતભરમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં એક જ રાતમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી ગગડીને 12.2 ડિગ્રી થઈ ગયું હતું. આમ, સોમવારનો દિવસ શહેરમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. વર્ષ 2019 પછી શહેરમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધારે ઠંડી પડી છે. વર્ષ 2019માં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વર્ષ 2020 અને 2021 એમ બંને વર્ષે જાન્યુઆરી માસનું સૌથી ઓછું તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હતું.

6 દિવસમાં 9.2 ડિગ્રીનો ઘટાડો
6 દિવસમાં 9.2 ડિગ્રીનો ઘટાડો

મહત્વની વાત એ છે કે, બર્ફિલા પવનોનું જોર વધવાથી છેલ્લા બે દિવસમાં જ લઘુત્તમ તાપમાનમાં 6.7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડયો છે. દેશના પશ્ચિમી હિમાલય તેમજ તેને અડીને આવેલા પહાડી રાજ્યોમાં ચાલી રહેલા ભારે સ્નોફોલની વચ્ચે ઉત્તર પૂર્વના સીધા પવનને કારણે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવની સ્થિતિ છવાયેલી છે. આગામી બે દિવસ શહેરમાં કડકડતી ઠંડી નું જોર યથાવત રહેશે. સોમવારે શહેર નું મહત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર પૂર્વ દિશા થી 6 કિમી ની ઝડપે પવન ફુંકાયા હતા.

છેલ્લા 7 વર્ષમાં જાન્યુઆરીની સૌથી વધુ ઠંડીના આંકડા

11.512.212.811.512.612.6
201620172018201920202021

ગત 23 ડિસેમ્બરે તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું
ગત 23 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. અલબત્ત, તેમાં ઉપરાછાપરી પડેલા માવઠાંની પણ અસર હતી. જ્યારે હાલમાં માત્ર ઉત્તરભારતની હીમવર્ષાને કારણે જ તાપમાન ગગડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...