ઠંડીનો ચમકારો:રાત્રિનું તાપમાન 14 ડિગ્રી થવા સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉત્તર-પૂર્વના પવનો સાથે ભેજ વધતાં ઠંડીનો ચમકારો
  • ગત 14મીએ સિઝનનું સૌથી ઓછું તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું

શહેરમાં બે દિવસથી ફરી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારની સરખામણીએ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીના ઘટાડા સાથે સિઝનમાં પહેલીવાર 14 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે મંગળવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. અઠવાડિયા અગાઉ લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. હાલમાં શહેરમાં વહેલી સવારે ભેજની માત્રામાં વધારો થયો છે.

ભેજનું પ્રમાણ 87 ટકા સુધી પહોંચવા સાથે ઉત્તર દિશાથી ફૂંકાતા પવનોને લઇ લઘુત્તમ તાપમાન ગગડ્યું હોવાનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 87 ટકા અને 50 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

5 દિવસ રાત્રિનો પારો 14થી 17 ડિગ્રી રહેશે
ભારતીય મૌસમ વિભાગે શહેરના આગામી 5 દિવસના હવામાનને લઇ એક બુલેટિન જાહેર કર્યું છે. જે અંતર્ગત આગામી 5 દિવસ દરમ્યાન શહેરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી 18 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે. 24 તારીખ બાદ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થશે. જેથી ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. જ્યારે પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે

અન્ય સમાચારો પણ છે...