તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટતા રાત્રે ઠંડીનું જોર વધ્યું

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 દિવસથી પારો 34.2 ડિગ્રી પર યથાવત
 • સવારના સમયે ભેજનું પ્રમાણ 70 ટકા

શહેરમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડ્યો છે. ઉતર પૂર્વિય પવનોનું જોર વધતા તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડીમાં ‌વધારો થયો છે. ઉત્તર-પૂર્વિય પવનોને કારણે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. ગતરોજ શહેરનું લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રીથી ઘટીને 18. 2 રહ્યું હતું.

ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 60થી 70 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 4 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યા છે. શહેરમાં મહત્તમ તાપમાન ગત રોજ જેટલું જ યથાવત રહ્યુ હતું અને લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રીનો ઘટાડો થયો છે.

આગામી 4 તારીખે હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ડેવલપ થશે. જેના કારણે આગામી અઠવાડિયા સુધીમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો 2થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. હાલમાં તો શહેરમાં ઠંડીની નહિંવત અસર છે. શહેરમાં ગતરોજની સરખામણીમાં લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો