તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શીતલહેરના લીધે ઠંડીનો પારો 4.2 ડિગ્રી ગગડ્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • લઘુત્તમ પારો 19.4થી ઘટીને 15.2 ડિગ્રી
 • 31મી સુધી કાતિલ ઠંડી, આજે 12 ડિગ્રી રહેશે

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને લઇ બર્ફિલા પવનો ફૂંકાતા સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેના કારણે સુરત શહેરમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી સુધી ગગડી ગયું હતું. જેથી દિવસભર સુસવાટાભર્યા ઠંડા પવનો ફૂંકાવાના લીધે શહેરીજનોએ ઠુંઠવાયા હતા. લોકોએ સવારથી જ ગરમવસ્ત્રો પહેરીને બહાર નિકળવાની ફરજ પડી હતી.

સુરત શહેરમાં મહત્તમ તાપમાન ગગડીને 26.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી 31 ડિસેમ્બર સુધી હાડ થિજવતી ઠંડી રહેશે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો વધુ 2થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. જે રીતે સોમવારે શહેરમાં શિતલહેર પ્રસરી હતી. તે જોતાં શહેરમાં આવતીકાલે મંગળવારે લઘુત્તમ તાપમાન 12થી 13 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, સોમવારે શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 59 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે.

ભારતીય મૌસમ વિભાગના ફોરકાસ્ટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી પસાર થઇ રહી છે. જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થયો છે. આ સ્થિતિના કારણે ઉત્તર દિશાથી ફૂંકાતા બર્ફિલા પવનોથી દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો