તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ક્લબના જીમ હાલ નહીં ખુલે, સ્ક્રિન પર વર્ક આઉટના વિડીયોથી ટ્રેનિંગ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીમમાં બાયોમેટ્રીક એન્ટ્રી બંધ, મેમ્બરશિપ કાર્ડથી જ સુરતીઓને મળશે એન્ટ્રી

અનલોક-3 માં કેન્દ્ર સરકાર દ્વારા જીમ અને યોગા ક્લાસ આજથી ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. વર્કઆઉટ કરવા માટે મેમ્બરોએ ઘણા નિયમોનું પાલન કરવું જ પડશે. જોકે શહેરના યોગા ક્લાસને મંજૂરી મળવા છતાં તેઓ ઓનલાઈન જ ચાલુ રાખશે. ત્યારે જીમના મેમ્બરોની સુરક્ષા માટે જીમ સંચાલકોએ કેવી તૈયારી કરી છે તે અંગે સિટી ભાસ્કરની ટીમે તાગ મેળવ્યો હતો. વાંચો સિટી ભાસ્કરનો ખાસ અહેવાલ..

સર્વે કરીને અલગ અલગ સમય ફાળવાશે
સિનિયર સિટીઝન, મહિલાઓ, સ્ટુડન્ટ અને વર્કિગ વ્યક્તિ માટે સર્વે કરી 20 મેમ્બરના અલગ અલગ બેચ અને સમય ફાળવવામાં આવ્યો છે. જો એપોઈમેન્ટ અને શિડ્યુલ વગર બીજા બેચમાં જશે તો એન્ટ્રી નહીં મળે અને દરેક બેચ પછી એલાર્મ વગાડવામાં આવશે. આ ઉપરાંત દરેક બેચને વર્કઆઉટ માટે માત્ર 45 મિનિટ જ મળશે.

હાલમાં યોગા ક્લાસ ઓનલાઈન શરૂ થશે
યોગા કલાસિસ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે પરંતુ મોટે ભાગે શહેરના યોગા કલાસીસ હમણાં બંધ જ રાખવામાં આવશે. કારણકે યોગામાં બ્રીથીંગની એકસરસાઇઝ થતી હોય છે. એકબીજાના શ્વાસોચ્છવાસની અવર-જવર થતી હોય છે. તેથી દરેક યોગા ટ્રેઇનર હાલ થોડા સમય સુધી વિડીયો બનાવીને જ મોકલશે. જયારે કેટલાક પર્સનલ યોગા કોચિંગ મેમ્બરના ઘરે જ થાય છે અને બંને વ્યકિતઓ દૂર દૂર બેસે છે.

ક્લબના જીમ ખૂલતા લાગશે સમય
મોટાભાગના ક્લબોએ જિમ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. સી.બી પટેલ અને ક્રાટોસ ક્લબમાં 10 ઓગસ્ટ, અમેઝિયા 2 મહિના બાદ, અવધમાં આજથી, ટેનિસ ક્લબમાં 7 ઓગસ્ટ, લાલભાઈ કોન્ટ્રાકટરમાં 8 ઓગસ્ટથી જિમ ખુલશે. તેમજ સિટી જિમ ખાના અને પેરાઈઝોમાં ક્લબ શરૂ થયા બાદ જિમ શરૂ થશે.

આઉટડોર સ્પેસમાં અપાશે ટ્રેનિંગ
જે જીમમાં આઉટડોર સ્પેસ વધારે છે ત્યાં આઉટડોરમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ટ્રેનિંગ અપાશે. દરેક જિમમાં નો ટચ પોલિસી શરૂ કરાઈ છે. આ માટે સ્ક્રીન પર વર્કઆઉટના વિડીયો તૈયાર કરીને મુકાશે. જેને જોઈ કસરત કરવાની રહેશે. જીમ જોઈન કરવા માટે નવા આવનાર કલાયન્ટને મોબાઈલ પર જ માહિતી અપાશે. લોકર્સની સુવિધા પણ બંધ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...