સુરત:લોકડાઉનમાં આર્થિક ભીંસમાં આવી જતા કાપડ દલાલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત3 વર્ષ પહેલા
પરિવારને કાપડ દલાલ લકટતી હાલતમાં મળી આવ્યો હતો
  • 65 દિવસથી વેપાર ઠપ રહેતા આર્થિક ભીંસને લઈ પગલું ભર્યું
  • છેલ્લા ઘણા દિવસથી કાપડ દલાલ તણાવમાં રહેતો હતો

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા એક કાપડ દલાલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક ભીંસમાં પગલું ભર્યું હોવાનું પરિવારનોએ જણાવ્યું છે. હાલ અડાજણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

રૂમમાં છતની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો

અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં 42 વર્ષીય સંજય શોભરાજ બટાની પરિવાર સાથે રહે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલ તરીકે કામ કરે છે. લોકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક ભીંસમાં આવી જતા છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં રહેતો હતો. દરમિયાન ઘરમાં રૂમમાં છતની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને કાપડ દલાલ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

મગજ ખાલી ખાલી થઈ ગયું હોવાનું પત્નીને જણાવ્યું હતું

મૃતકના પત્ની સીમરન બટાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં રહેતા હતા. હું તેમને પૂછતી હતી કે શું થયું છે તો તે કહેતા હતા કે મગજ ખાલી ખાલી થઈ ગયું છે. જ્યારે મૃતના સાળા વિજયભાઈએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે કાપડનું કામ દિવાળી પહેલા ચાલુ નહીં થાય. આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...