તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સિવિલનું તંત્ર હજુ ન સુધર્યું, પગાર નહીં થતા કર્મીઓ હડતાળ પર જશે

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ કર્મચારીઓએ હોબાળો મચાવી ધરણાં કર્યા ત્યારે પગાર થયો હતો

નવી સિવિલ હોસ્પિટલમાં ફરીથી વર્ગ 3-4ના 500 કર્મીઓના પગારમાં વિલંબ થતા કર્મીઓમાં નારાજગી વ્યાપી છે. અગાઉ પગાર મુદ્દે કર્મચારીઓ હડતાળ પર ઉતરી હોબાળો મચાવ્યો હતો. ત્યારે ફરીથી પગાર મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ગઈ તારીખ 5 જાન્યુઆરીના રોજ બે મહિનાનો પગાર મળ્યો ન હોવાથી કર્મચારીઓએ સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં હોબાળો મચાવી ધરણાં પણ કર્યા હતા. તેમજ પગારના મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું.

આખરે કર્મચારીઓને પગાર ચૂકવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે જાન્યુઆરીમાં થયેલા વિવાદ બાદ પણ તંત્રએ કોઈ શીખ લીધી નથી. ફેબ્રુઆરી મહિનામાં પણ હજી સુધી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. જેને લઇને કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. જો નજીકના દિવસોમાં કર્મચારીઓને પગાર ચૂકવવામાં નહિં આવે તો કર્મચારીઓ ફરીથી હડતાળનું શસ્ત્ર ઉગામી લડી લેવાના મુડમાં હોવાનું જાણવા મળ્યું છે.

મીટિંગ થઈ છે, ટૂંક સમયમાં પગાર થઇ જશે
નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. શૈલેષ પટેલે જણાવ્યું કે, કર્મચારીઓના પગારના મુદ્દે અમારી મીટીંગ થઇ છે. કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રીન્યુ થયો ન હોવાથી પગારમાં વિલંબ થયો છે. થોડા જ દિવસોમાં ગ્રાન્ટ મળતાની સાથે જ પગાર પણ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો