તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:સિવિલ ડિફેન્સના વોર્ડન લોકોની વચ્ચે રહી સમાજની સુરક્ષા કરતા સૈનિક છે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ ડિફેન્સ સેવાના સ્થાપના દિન નિમિત્તે વેબિનાર યોજાયો

દેશના નાગરિકે સિવિલ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ. કુદરતી અથવા માનવસર્જિત આફત કે મહામારીના સમયે તાલીમબદ્ધ નાગરિકો જાનમાલનું નુકસાન અટકાવી શકે છે. તેમજ દરેકને મદદરૂપ થઈ શકે છે.તેઓ લોકોની વચ્ચે રહી સમાજની સુરક્ષા કરતો સૈનિક છે. સિવિલ ડિફેન્સ સેવાના સ્થાપના દિવસ નિમિત્તે સુરત યુનિટ દ્વારા અવેરનેસ માટે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાનજીભાઈ આર.ભાલાળા અને મોહમદ શેખે વાત કરી હતી.

પોતાના સ્કીલ પ્રમાણે કાર્ય કરી શકો છો
સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું દળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલા લોકોનું દળ. દેશના નાગરિક તરીકે કામ કરી શકાય, લોકોને ઉપયોગ થઈ શકાય એટેલે સિવિલ ડિફેન્સ. જે યુનિટના વડા હોય તેને ચીફ વોર્ડન કહેવામાં આવે છે. એ પછી ડેપ્યુટી ચીફ વોર્ડન હોય છે. જયાં હોનારત થવાનો ભય વધારે હોય, કોઈ જગ્યાએ દુશ્મન દેશના હુમલાનો ભય હોય ત્યાં સિવિલ ડિફેન્સ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં સિવિલ ડિફેન્સની ખૂબ જરૂર છે. સિવિલ ડિફેન્સની તાલીમ લીધી હોય તો તમે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવામાં સક્રીય રીતે સારું કામ કરી શકો.સિવિલ ડિફેન્સમાં જોડાનાર કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે, જેમ કે ડોકટર, એન્જિનિયર, વકીલ. એક વખત જોડાઈ ગયા પછી વોર્ડન સેવામાં કુલ 12 સેવા હોય છે જે કરવાની હોય છે. જેમાં તમે પોતાની સ્કીલ પ્રમાણે કરી શકો છો. તમે લોકોને તાલીમ આપી શકો છો તેમજ લોકોને સિવિલ ડિફેન્સ માટે જાગૃત કરવાનું કાર્ય પણ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો