રેલવેનું ભાડું સસ્તુ:શહેરના કાપડ વેપારીઓએ પાર્સલો મોકલવા ડિસેમ્બર સુધીની 20 ટ્રેનોનું બુકિંગ કરાવી દીધું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવેના ડીઆરએમ તેમજ ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એસો. વચ્ચે યોજાયેલી બેઠક. - Divya Bhaskar
રેલવેના ડીઆરએમ તેમજ ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એસો. વચ્ચે યોજાયેલી બેઠક.
  • भाભાસ્કર વિશેષ | પાર્સલ મોકલવા રોડ ટ્રાન્સપોર્ટ કરતાં રેલવેનું ભાડું સસ્તુ

દેશભરમાં ટ્રેન દ્વારા પાર્સલ મોકલવા શહેરના કાપડ વેપારીઓએ 5 ટ્રેનો રવાના કરી છે. જ્યારે ડિસેમ્બર સુધીની 20 ટ્રેનો બુક કરી દીધી છે. આગામી દુર્ગાપુજા માટે સુરતથી 10 ટ્રેનોમાં પાર્સલો મોકલાશે. જ્યારે વધારે 10 ટ્રેનો માટે પુછપરશ છે.

10 ટ્રેનો દ્વારા અંદાજે 2400 ટન કાપડને મોકલાશે. ડિઆરએમ જીવીએલ સત્યકુમાર અને ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વેપારીઓ સાથે શુક્રવાો અગ્રસેન ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટ્રેનોના માધ્યમથી ટેક્સટાઈલ માર્કેટના પાર્સલ મોકલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં વેપારીઓ એ ખુલીને પોતાનો પક્ષ રાખ્યો હતો. ડિઆરએમએ વેપારીઓની ફરિયાદો પણ સાંભળી તેમની માંગણીઓને પણ સ્વિકારી હતી. જેમાં વેપારીઓ દ્વારા ખાસ માંગણી કરવામાં આવી હતી કે,‘ટેક્સટાઈલના પાર્સલ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે.’

25 ડબ્બાની 10 ટ્રેન દોડશે
સુરત સ્ટેશનના નિર્દેશક વર્માએ જણાવ્યું કે, ‘22 ઓક્ટોબર સુધી બંગાળથી સંગરેલ માટે ચલથાણથી 25 ડબ્બાની 10 ટ્રેન દોડાવાશે. જેમાં 238 ટન કાપડ લોડ થઈ શકશે.

સમય-ભાડું બંને બચશે
સુરત ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ દેસલેએ કહ્યું કે, ‘રોડ ટ્રાન્સપોર્ટમાં 5 દિવસ લાગતા હતા. ટેક્સટાઈલ ટ્રેનોથી સુરતના ઉદ્યોગકારોને ફાયદો થશે. ભાડું પણ ઓછું થશે.

અન્ય સમાચારો પણ છે...