હવામાન:શહેરનું તાપમાન 2 દિવસમાં 2 ડિગ્રી ઘટી 19.6 ડિગ્રી થયું

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધીમી ગતિએ ગુલાબી ઠંડીની શરૂઆત
  • ઉત્તર-પૂર્વિય પવનોનું જોર વધતાં ઠંડી હજુ વધશે

શહેરમાં ઉત્તર-પૂર્વિય દિશાથી ફૂંકાતા ઠંડા પવનોનું જોર વધતા પારો વધુ 1 નીચે ગગડ્યો છે. જ્યારે દિવસના તાપમાનમાં પણ 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી સતત રાત્રિનો પારો ગગડી રહ્યો છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નજીક પહોંચતા ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાથી 7 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા. આગામી બે દિવસમાં તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાથી ઠંડીનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 50 ટકા રહ્યું હતું.નોંધનીય છે કે, બંગાલની ખાડીમાં આગામી દિવસમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના નથી. પરંતુ દક્ષિણ ભારતમાં 15 નવેમ્બર પછી વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ કેટલી મજબૂત અને કઇ દિશામાં મૂવ કરશે ત્યારબાદ આ સિસ્ટમથી આગામી દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે કે કેમ? તે જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...