નિર્ણય:શહેરના રિક્ષાચાલકો હડતાળ નહીં પાડે, માત્ર રજૂઆત કરશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી રાજ્યના રિક્ષા ચાલકોની હડતાળ
  • કોઈ બળજબરી કરશે તો ફરિયાદ કરાશે

15 અને 16 નવેમ્બરે 36 કલાક સુધી રાજ્યના રિક્ષાચાલકો હડતાળ પાડશે, પરંતુ સુરતના રિક્ષા સંગઠનો નહીં જોડાય. CNG ગેસ ભાવ વધારા વિરોધી સમિતિએ ભાવ ઘટાડવાની માંગ સાથે રાજ્યના રિક્ષા ડ્રાઈવરના સંગઠનો સાથે બેઠક યોજી હતી.

આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મલ્યો નથી. જો કે, સુરત શહેરના સંગઠનોના જમાવ્યા પ્રમાણે, શહેરના રિક્ષાચાલકો હડતાળની જગ્યાએ માત્ર સરકારને સીએનજીના ભાવમાં ઘટાડો કરવા માટે રજૂઆત જ કરશે.

રાજકીય હેતુ સર કરવા બળજબરી થઈ શકે
રિક્ષા ચાલકોને હડતાળમાં જોડવા જબરદસ્તી કરાશે તો ફરિયાદ કરશે. આ અંગે શહેરના વિવિધ રિક્ષા એસોસિએશનોનું કહેવું છે કે, અમે હડતાળમાં જોડાશું નહીં. શહેરના એક પણ રિક્ષા ચાલકોઆ હડતાળમાં જોડાશે નહીં. આ બે દિવસ દરમિયાન હડતાળનું સમર્થન કરવા માટે શહેરના રિક્ષાચાલકો પર કોઈપણ પ્રકારની બળજબરી કરાશે તો તે માત્ર રાજકીય હેતુસર જ હશે. જેની સામે રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તેમજ શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરાશે.

અન્ય સમાચારો પણ છે...