તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ફ્રાઈડ:આજે શહેરનો ખ્રિસ્તી સમાજ ઓનલાઇન પ્રેયર કરશે

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 4થી એપ્રિલે ઇસ્ટર સન્ડે મનાવવામાં આવશે

શુક્રવારે શહેરની સાથે સાથે દેશભરમાં ગુડ ફ્રાઇડે મનાવવામાં આવશે. જોકે આ વખતે કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને ખ્રિસ્તી સમાજ દ્વારા ઓનલાઇન પ્રેયર કરવામાં આવશે. ગુડ ફ્રાઈડેનાં દિવસે ઇસુ મસીહને ક્રોસ પર ચઢાવી દીધા હતા, ક્રોસ પર ચડતા સમયે પણ તેમણે પ્રભુને પ્રાર્થના કરી હતી કે ઈશ્વર આમને માફ કરજો, આ લોકો શું કરી રહ્યા છે તે તેમને ખબર નથી. ગુડ ફ્રાઇડેના ત્રીજા દિવસે એટલે કે સંડેએ ઇસુ બીજીવાર જીવિત થયા હતા અને 40 દિવસ સુધી લોકો વચ્ચે જઈને ઉપદેશ આપ્યા. બીજીવાર જીવિત થવાની ઘટનાને ઈસ્ટર સંડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.

આ વર્ષે ઈસ્ટર સંડે 4 એપ્રિલે છે. ઈસ્ટરની પ્રેયર સવારે કરવામાં આવે છે કારણકે એ જ સમયે ઇસુનું પુનરુત્થાન થયું હતું. તેને સનરાઈઝ સર્વિસ કહેવાય છે. અનેક લોકો આ બલિદાન પ્રત્યે ઇસુ પ્રત્યે કૃતજ્ઞતા જતાવવા 40 દિવસ પહેલેથી ફાસ્ટ કરે છે તેને લેંટ કહેવાય છે. અમુક લોકો માત્ર શુક્રવારે જ વ્રત રાખીને પ્રાર્થના કરે છે. ગુડ ફ્રાઈડેના દિવસે ભક્ત ઉપવાસની સાથે પ્રાર્થના અને દાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો